પ્રાથર્ના ચીઠી…..

પ્રાર્થનાચિઠ્ઠી
શ્રીભગવાનભાઈઈશ્વ્રરભાઈપરમાત્મા(શંખચક્રવાળા)
સ્વર્ગલોક,
(નર્કનીસામે),
વાદળાનીવચ્ચે
 મુ.આકાશ.
 
પ્રિયમિત્રભગવાન,
 
જયભારતસાથજણાવાનુંકેહુંતારાભવ્યમંદિરથીથોડેદૂરઆવેલીએકસરકારીશાળાનામાંધોરણમાંભણુછું.મારાપિતાજીદાણાપીઠમાંમજૂરીકરેછેઅને
મારીમાંરોજબીજાનાંઘરકામકરવાજાયછે.’હુંશુંકામભણુંછુંએનીમારા
માં બાપનેખબરનથી.કદાચશિષ્યવૃતિનાપૈસાઅનેમફતજમવાનુંનિશાળમાંથીમળે
છેએટલેમારામાંબાપમનેરોજનિશાળેધકેલેછે.ભગવાન,બેચારસવાલોપૂછવા
માટેમેંતનેપત્રલખ્યોછે.મારાસાહેબેકિધુતુકેતુસાચીવાતજરૂર
સાંભળેછે…!
 
પ્રશ્ન . હુંરોજસાંજેતારામંદિરેઆવુંછુંઅનેનિયમિતસવારેનિશાળે
જાવછુંપણહેભગવાનતારીઉપરઆરસપહાણનુંમંદિરને.સી. છેઅનેમારી
નિશાળમાંઉપરછાપરુકેમનથીદરચોમાસેપાણીટપકેછે,મનેસમજાતુનથી…!
 
પ્રશ્ન . તનેરોજ૩૨ભાતનાંપકવાનપીરસાયછેનેતુંતોખાતોનથીઅને
હુંદરરોજબપોરેમધ્યાહ્મભોજનનાએકમુઠ્ઠીભાતથીભૂખ્યોઘરેજાઉંછું…!
આવુંકેમ…?
 
પ્રશ્ન . મારીનાનીબેનનાંફાટેલાફ્રોકઉપરકોઈથીગડુમારતુંનથી
અનેતારાપચરંગીનવાનવાંવાઘા…!સાચુંકહુંભગવાનહુંરોજતનેનહી, તારા
કપડાજોવાઆવુંછું…!
 
પ્રશ્ન . તારાપ્રસંગેલાખોમાણસોમંદિરેસમાતાનથીઅને૨૬મી
જાન્યુઆરીઅને૧૫મીઓગસ્ટેજ્યારેહુંબેમહિનાથીમહેનતકરેલું
દેશભક્તિગીતરજુંકરુછુંત્યારે,સામેહોયછેમાત્રમારાશિક્ષકોને
બાળકો હેઈશ્વરતારામંદિરેજેસમાતાનથીબધાયમારામંદિરેકેમ
ડોકાતાનથી…!
 
પ્રશ્ન . તનેખોટુલાગેતોભલેલાગેપણમારાગામમાંએકફાઇવસ્ટારહોટલ
જેવુંમંદિરછેનેએકમંદિરજેવીપ્રાથમિકશાળાછે.પ્રભુ ! મેંસાભળ્યું
છેકેતુંતોઅમારીબનાવેલીમૂર્તિછો,તોઆવીજલજલાટછોઅનેઅમેતો
તારીબનાવેલીમૂર્તિછીએ,તોઆમારાચહેરાઉપરનૂરકેમનથી…?
 
શક્યહોયતોપાંચેયનાજવાબઆપજેમનેવાર્ષિકપરીક્ષામાંકામલાગે…!ભગવાન
મારેખૂબઆગળભણવુંછેડોક્ટરથવુંછેપણમારામાંબાપપાસેફિનાકે
ટ્યૂશનનાપૈસાનથીતુંજોતારીએકદિવસનીતારીદાનપેટીમનેમોકલેનેતો
હુંઆખીજિંદગીભણીશકુંવિચારીનેકેજે…! હુંજાણુંછુંતારેઘણાયને
પૂછવુંપડેએમછે.
 
પરંતુ૭માંધોરણનીવાર્ષિકપરીક્ષાજોતુંમારામાંધ્યાનનહીઆપેતોમારા
બાપુમનેસામેચાવાળાનીહોટલેરોજનારૂ.પાંચનાભવ્યપગારથીનોકરીએરાખી
દેશે…! નેપછીઆખીજિંદગીહુંતારાશ્રીમંતભક્તોનેચાપાઈશપણતારીહારે
કીટ્ટાકરીનાખીશ…!
 
જલ્દીકરજેભગવાનસમયબહુંઓછોછેતારીપસેઅનેમારીપાસેપણ…!
 
લી.
 
એકસરકારીશાળાનોગરીબવિદ્યાર્થી
 
અથવા
 
ભારતનાએકભાવિમજૂરનાવંદેમાતરમ્‌.
 


 

DR. CHANDRAVADAN MISTRY

આજની પોસ્ટ છે “ડોકટરપૂકાર”રૂપે ત્રીજી (૩) પોસ્ટ …..અને સવાલના જવાબરૂપે છે ! અહી માનવ તંદુરસ્તીને બે રોગો વિષે પુછાયું છે>>>>

(૧)…”હાઈ કોલેસ્ટ્રોલ”(HIGH CHOLESTEROL or HYPERCHOLESTROEMIA )

(2) … “હાઈ બ્લડ પ્રેસર ” (HIGH BLOOD PRESSURE or HYPERTENSION )

આ બન્નેને જોડનાર રોગ છે…..આથેરોસ્કેરોસીસ (ATHEROSLEROSIS )……અને, “આથેરોસ્લેરોસીસ”ને ટુંકાણમાં સમજાવવું હોય તો “અહી લોહીની નળીઓ યાને “આરટરીઓ”ના અંદરના ભાગે કોલેસ્ટ્રોલ અને અન્ય પદાર્થો જામી જાય અને, આરટરી “સાંકડી” થાય…જેથી લોહીનું ભ્રમણ જોઈએ તેવું ના થાય…અને જ્યાં જ્યાં આવું થાય ત્યાં બિમારીઓ હોય શકે….દાખલારૂપે…હ્રદયની આરટરી બ્લોક થાય તો “હાર્ટ એટેક ” હોય શકે !
ચાલો, આપણે હવે નીચે મુજબ ચર્ચાઓ કરીએ >>>>

(A)… “કોલેસ્ર્ટોલ” (CHLOESTEROL )

કંઈ પણ હું કહું તે પહેલા મારે ખાસ જણાવવું છે કે…..”માનવ દેહને “કોલેસ્ટ્રોલ” નામના તત્વની ખ્સ જરૂરત છે…અને એના વગર માનવીનું જીવવું અશક્ય છે “ અહી મારા કહેવાનો હેતું એટલો જ કે માનવ દેહના બધા જ ભાગોને જીવીંત રાખવા માટે જે “સેલ્સો”(CELLS) હોય તેને “ન્યુકલ્સ” (NUCLEUS)રૂપી તત્વની જરૂર પડે તે માટે “કોલેસ્ટ્રોલ” જોઈએ ……આ જરૂરતનો કોલેસ્ટ્રોલ માનવ દેહ ખોરાકમાંથી બનાવી શકે,….અને એ જુરૂરત કે પ્રમાણમાં લોહી દ્વારા મળી શકે…….પણ જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલ જરૂરત કરતા વધી જાય ત્યારે એની “ખરાબ અસર ” પડે, અને “આથેરોસ્લેરોસીસ ” થાય….અને જ્યાં જ્યાં આવું થાય ત્યાં “રોગો”રૂપી ચિન્હો જોવા મળે…દાખલારૂપે… “હાર્ટ એટેક” …કે ..”સ્ટ્રોક”

હવે, આપણે “કોલેસ્ટ્રોલ કેમ શરીરમા વધે ?” તે વિષે જાણીએ>>>

હવે, આપણે “કોલેસ્ટ્રોલ કેમ શરીરમા વધે ?” તે વિષે જાણીએ>>>

(૧)…જ્યારે માનવી ખોરાકમાં વધુ “ચરબી”વાળી ચીજો આરોગે…તો. લોહીમાં કોલેસ્ત્રોલનું પ્રમાણ વધે….જો આ વધારે પ્રમાણમાં ફરતો કોલેસ્ટ્રોલ શરીરમાં નુકશાન કરે !

(૨)…કોઈવાર, માનવી ખોરાકમાં જરૂરત પ્રમાણે કોલેસ્ટ્રોલ લેય, તેમ છતાં, રોગોના કારણે લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે…દાખલારૂપે>>ડાયાબીટીસ (DIABETES ) કે પછી હાઈપોથાઈરોડીસમ (HYPOTHYROIDISM )….અહી શરીરમાં બનતા હોર્મોનો (HORMONES…namely INSULIN & THYROID HORMONE)જરૂરત કરતા ઓછા હોવાથી આવું થાય છે !

(૩)… કોઈકને લોહીમાં વધુ કોલેસ્ટ્રોલ “વંશવેલા”ના કારણે હોય શકે…યાને જેનેટીક કે ફેમીલીઅલ ( GENETIC/FAMILIAL ).

(B)… આથેરોસ્લેરોસીસ ( ATHEROSLEROSIS )

ઉપરના વર્ણને તમે કોલેસ્ટ્રોલ વિષે જાણ્યું…..હવે, તમે આ પોસ્ટ પર મુકેલો ડાયાગ્રામ નિહાળૉ…..હું તમોને કંઈ શબ્દોમાં કહું તે પહેલા તમે સમજી શકશો કે આથેરોસ્લેરોસીસ (ATHEROSLEROSIS ) એટલે લોહી જેમાં ફરે તે લોહીનળીઓ યાને આરટરીસ (ARTERIES ) ધીરે ધીરે સાંકડી થવા લાગે…કારણ કે એના અંદરના ભાગે કોલેસ્ટ્રોલ અને બીજા તત્વો એકઠા થઈ કઠણ બને…..આવૂં થવાથી, લોહી જે પ્રમાણમાં ઓરગન ( ORGAN )ને જોઈએ તે પ્રમાણે જઈ ના શકે…આથી, જુદા જુદા રોગોરૂપી અસર માનવ દેહ પર હોઈ શકે..દાખલારૂપે જો હ્રદયની આર્ટરીઓ (CORONARY ARTERIES) સાંકડી થાય તો હ્રદયને લોહી જોઈએ તેટલું ના મલી શકે….જેના કારણે છાતીએ દુઃખાવો યાને “ચેસ્ટ પેઈન કે એન્જાઈના” (CHEST PAIN or ANGINA)…..અને, આનો અર્થ એ પણ કે હ્રદયને જરૂરત પ્રમાણે પ્રાણવાયુ (OXYGEN) નથી મળતો…..અને, આ એન્જાઈનામાંથી અંતે “હાર્ટ એટેક” (HEART ATTACK) હોય શકે !…અત્યારે આટલું જ જાણવું અગત્યનું છે…જુદા જુદા વિષયે એનો ફરી ઉલ્લેખ હશે !

હાઈ કોલેસ્ટ્રોલની સારવાર (TREATMENT for HIGH CHOLESTEROL )

(a)ખોરાકની પરેજી (DIET)

ખોરાક આપણા શરીરમાં જાય તેમાંથી જ કોલેસ્ટ્રોલ બને…..ખોરાકરૂપે શું લેવું એ આપણે જાતે નક્કી કરી શકીએ…જો આપણે ખોરાકમાં “ફેટી” (FATTY) ચીજો ના લેવાનો નિર્ણય ક્રો તો તે યોગ્ય કહેવાય. ફેટી ખોરાક થોડા પ્રમાણમાં લેવાનો નિર્ણય હોય તો, એવા ચીજો લેવી કે જેમાં “કોલેસ્ટ્રોલ” ઓછો હોય…ઈંડાના “પીળા” ભાગમા તેમજ શ્રીમ્પસ (Yelloe of Eggs or Seafoods like Shrimps) જેમાં કોલેસ્ટ્રોલ વદારે હોય તે ખાવામાં ઓછું કરાય !

(b)ચાલવું કે કસરત (WALKING and EXERCISES )

ચાલવાથી કે કસરતો કરવાથી આપણે ખોરાકમાંથી મળેલી શક્તિ (ENERGY)નો ઉપયોગ કરીએ, અને આથી ખોરાકમાંથી મળેલી શક્તિ વપરાય જાય, અને શરીરમાં “ચરબી”રૂપે ભેગી ના થાય….ખોરાકમાંથી મળેલી ચરબી યાને “ફેટ્સ” પણ લોહીમાં વધે નહી….અને જે થકી, આરટરીસમાં ચોંટી, આથેરોસ્લેરોસીસ થવાની સંભવતા ઓછી રહે.

(c)ઉપરના બે કાર્યો અમલમાં મુક્યા બાદ પણ કોલેસ્ત્રોલ ઓછો ના થાય ત્યારે દવાનો સહારો (TREATMENT by MEDICINES that LOWER CHOLESTEROL)

અત્યારની જાણ પ્રમાણે, અનેક દવાઓ મારકેટમાં છે…..દેહમાં જે પ્રમાણે કોલેસ્ટ્રોલ બને તેમાં “દખલગીરી” કરી એ કોલેસ્ટ્રોલરૂપી સ્વરૂપ ના બને એવાં જ સિધ્ધાંતે આ દવાઓ એની અસર કરે ….દાખલારૂપે “સ્ટાટીન” દવાઓ (STATINS as Medicines )…અનેક દર્દીઓ આવી દવાઓ પર હોય છે (Eg. ZOCOR, LIPITOR,etc. )
કોઈક દવાઓ આંતરડાઓમાંથી લોહીમાં કોલેસ્ટ્રોલ જાય ત્યાં અસર કરી, કોલેસ્ટ્રોલને લોહીમાં જતા અટકાવે (દાખલારૂપે ….ZETIA )

(d)ઉપરના મુખ્ય ઈલાજો સિવાય સલાહો (Other INSTRUCTIONS )

>>>>વજન વધારે હોય તો વજન ઓછું કરવાની સલાહો ( Weight Reduction )

>>>>બીડી પીતા હોય તો, એ ટેવ છોડવી (Stop SMOKING )

>>>>જો “નાયાસીન” કે “વાયટામીન ડી” જેવા (NIACIN or other VITAMINS like D)લઈ શકાતા હોય તો લેવા

>>>>જો “થાયરોડ હોર્મોન” (THYROID Hormone )ઓછો હોય અને એના કારણે લોહીમાં વધારે કોલેસ્ટ્રોલ હોય તો એ રોગની સારવાર કરવાથી કોલેસ્ટ્રોલ ઓછો થઈ શકે !

>>>>>જેને “ડાયાબીટીસ” (DIABETES MELLITUS)હોય તેઓને શરીરમાં “ફેટ્સ” જે પ્રમાણે બને તેમાં તકલીફો રહે અને એના કારણે લોહીમાં કોલેસ્ટ્રોલ વધે…પણ, જો ડાયાબીટીસ રોગ કંટ્રોલમાં હોય તો લોહીમાં કોલેસ્ટ્રોલ ઓછો હોય શકે !

>>>>>અંતે…..સર્વ રોગોનો “એક ઈલાજ ” રૂપે મારે એટલું કહેવું છે કે ……”યોગા” કે “મેડીટેસન” (YOGA or MEDITATION)દ્વારા મનની “શાન્તી” (MENTAL PEACE)લાવી શકાતી હોય તો એનાથી “સ્ટ્રેસ” (MENTAL STRESS) ઓછા થાય, એને, એથી ફાયદો થાય…દવાઓ જે લેતા હોય તેનો “ડોઝ” ઓછો હોય શકે અને કદાચ નાનો જ ડોઝ હોય તો એની જરૂરત પણ ના રહે !

>>>>ઉપર મુજબ એક કર્તવ્યરૂપે કે ડોકટરી સલાહઓરૂપે કરતા…પ્રભુ પર શ્રધ્ધા રાખી કરતા મનમાં “પોસીટીવ” (POSITIVE)વિચારો આવે..જેના કારણે શરીરમાંથી “એક અનોખી શક્તિ” મળે છે…જેનાથી ફાયદો જ છે !

હાઈપરટેન્સન (HYPERTENSION)
માનવ શરીરના લોહીભ્રમણને માટે “પ્રેસર”ની જરૂરત રહે….આ “પ્રેસર” હ્રદયના “ધબકારા” તેમજ આરટરીના “ટેન્સન” આધારીત હોય છે…અને, નોરમલ પ્રેસર ઉપર/નીચે બે આંકડામાં ૧૨૦/૮૦ હોય છે..જ્યારે આ આંકડો વધારે હોય યાને કે ઉપર ૧૪૦અને વધારે અને નીચે ૯૦ કે વધારે…અને આ પ્રમાણે એક બે વાર આવું બતાવે ત્યારે ડોકટર કહે ….”તમને હાઈપરટેન્સન છે”
હાઈપરટેન્સનના કારણે “સીરીઅસ બિમારીઓ” હોય શકે….એથી એની સારવાર ઘણી જ અગત્યની છે !

કારણો (CAUSES)

કારણો જાણી આ રોગ સમજવા પ્રયાસો હંમેશા ચાલુ જ હોય છે….અત્યારની સમજ પ્રમાણે, હજુ વધુ જાણવાની જરૂર છે…જે જાણ્યું છે તેને બે વિભાગોમાં કહી શકાય >>>>

(A) પ્રાઈમરી કે અસેન્સીયલ હાઈપરટેન્સન (PRIMARY or ESSENTIAL HPERTENSION )

જ્યારે, હાઈ બ્લડ પ્રેસર હોય અને એનું કારણ સમજાતું ના હોય ત્યારે એને “એસેન્સીયલ હાઈપરટેન્સન”તરીકે કહેવામાં આવે છે…..અહી, કદાચ “ફેમીલી જીન્સ”નો ફાળો હોય શકે…અને આવી રીતે આશરે ૯૦ ટકા દર્દીઓ હોપ છે !

(B)”સેકન્ડરી હાપરટેન્સન” (SECONDARY HPRTENSION )

જ્યારે તપાસો કરતા, કોઈ કારણ મળૅ ……કે પછી, કોઈ બીજા ચિન્હો હોપ ત્યારે “અન્ય કારણો” વિષે શંકાઓ આવતા જુદી જુદી “ટેસ્ટ” કરતા કારણ જાણી શકાય

(૧) એડ્રીનલ ગ્લાન્ડ્ના કારણે (ADRENAL GLANDS & the HORMONES )

એડ્રીન્લ્સ બે જાતના હોર્મોન્સ બનાવે છે (MINERALOCORTICOIDS,,and GLUCOCORTICOIDS)…અને જો આ જરૂરત કરતા વધારે બને તો એની અસરના કારણે હાઈપરટેન્સન હોય શકે…..પણ, આવા સમયે હોર્મોનોની બીજી અસરોના ચિન્હો નિહાળી, ડોકટર એવી “ટેસ્ટો” કરે છે !

(૨)કીડનીના રોગોના કારણે (KIDNEYS)

કોઈવાર, જન્મથી કીડનીની બિમારી (POYCYSTIC KIDNEYS) કે જન્મ બાદ રોગો (GLOMERULONEPHRITIS ,,RENOVASCULAR DISEASE) હોવાના કારણે હાઈપરટેન્સન હોય શકે !

(૩) “પ્રેગ્નસી”ના કારણે (PREGNANCY)

સ્ત્રી જ્યારે “પ્રેગન્ન્ટ” હોય ત્યારે એના શરીરમાં “હોર્મોનો”માં ફેરફાર થાય અને ૧૧ ટકા સ્રીઓમાં હાઈપરટેન્સન હોય શકે !

(૪) કોઈવાર, શરીરમાં “પોટાસીઅમ” તત્વ ઓછું થાય ત્યારે કે “આરસેનીક પોઈસનીન્ગ” કારણે હાઈપરટેન્સન હોય શ કે !

ઈલાજો કે સારવાર (TREATMENT of HYPERTENSION )

(A) પહેલી સલાહો (PREVENTION )

>>>શરીરનું “વજન” ઓછું કરો !(REDUCE BODY WEIGHT )
>>>ખોરાકમાં “મીઠું ” છું કરો !(SALT RESTRICTION in DIET )
>>>ધુમ્રપાન બંધ કરૉ !(STOP SMOKING )
>>>દારૂ પીવાનું ઓછું કરો કે બંધ કરિ !( REDUCE or QUIT ALCOHOL )
>>>”સ્ત્રેસ” કે ચિન્તાઓ દુર કરો !(REMOVE STRESSES of LIFE )

(B) દવાઓરૂપી સારવાર ,,,(MEDICAL TREATMENT )

(1) “એઈસ ઈનહીબીટર્સ” દવાઓ (ACE INHITITORS like CAPTOPRIL…LISINOPRIL, ALTASE )

(2) “એન્જીઓટેન્સીન ટુ ઈનહીબીટર્સ (ANGIOTENSIN 2 INHIBITORS like COZAAR )

(3)”કેલસીયમ ચેનલ બ્લોકર્સ”(CALCIUM CHANNEL BLOCKERS like NIFEDIPINE or ADALAT..AMIODIPINE or NORVASC )

(4) “ડાયુરેટિક્સ” (DIURETICS like HYDROCHLOROTHIAZIDES etc )

અહી વિગતો નથી આપી….આ સિવાય પણ બીજી ઘણી દવાઓ હોય છે , તે સહજ જાણ માટે !

(C) “કોમ્પ્લીકેસનો” યાને સારવાર ના કરે તો “સીરીઅસ” અસરો (COMPLICATIONS of HYPERTENSION )

જો સારવાર ના શરૂં થાય તો…કે પછી, સારવાર જૉઈએ તેવી ના હોય ત્યારે આવું થઈ શકે….મગજ….હ્રદય…..આંખો…..કીડનીઓ…. વિગેરે પર અસર !

(a) STROKE or ENCEPHLOPATHY (b) CARDIOMYOPATHY…& HEART FAILURE (c) HYPERTENSIVE RETINOPATHY in EYES (d) NEPHROPATHY in KIDNEYS Etc

FEW WORDS…

Today you are reading another DOCTOR PUKAR Post…and the Topic is HIGH CHOLESTEROLin the BLOOD, ATHEROSLEROSIS…….and also HIGH BLOOD PRESSURE or HYPERTENSION.

CHOLESTEROL had been regarded as BAD…..BUT one must realise that it is VERY ESSENTIAL for the HUMAN BODY….It is needed for ALL CELLULAR ELEMENTS of our BODY, including our NERVOUS SYSTEM.
The Cholesterol in the blood MUST remain NORMAL….when it is HIGH, then it has its BAD EFFECTS on our Body.
In this Post, I had tried to explain how Cholesterol is made in our Body.Then, I had shown how the EXCESS of this Cholesterol id DEPOSITED into the WALLS of the ARTERIES…therefore, the LUMEN of these Arteries if NARROWED. Thus, the Blood supply to that ORGAN (Heart, Kidneys etc ) is NOT AS PER NEEDS…This is the ATHEROSCEROSIS. This process of Atheroscerosis can eventually TOTALLY BLOCK the Artery. Depending on where this PARTIAL or FULL BLOCKAGE is, the DAMAGE results (Eg. If Blood vessel of HEART, then HEART ATTACK).
This Post also giving some BASIC informations on HYPERTENSION. The DEFINITION, CAUSES and TREATMENT are briefly told….The Readers are warned that one MUST NOT IGNORE this Disease, & initiate the treatment EARLY or else face the SERIOUS COMPLICATIONS.

I hope this post is read by MANY…..it can give the BASIC UNDERSTANDING of many ILLNESSES which are so often in the Medical Literature, TV Etc

પહેલા પ્રેમની પહેલી મુલાકાત -નિશિત જોશી

એ સાંજ તો સમય હતો. હ્જી હમણા જ તો સૂર્યાસ્ત થયો અને ઓફીસથી જરા કામ ન હતુ તો લટાર મારાવા નીકળ્યો.હજુ થોડુ જ ગયો હતો અને સામેથી એક જાણીતો ચહેરો સામે આવતો દેખાયો. એ ચહેરો જેમ જેમ નજીક આવતો ગયો,મનની ઉર્મીઓ હીંડોળે ચડવા લાગી, હ્રદય જોરથી ધબકતુ થયુ, સ્વાસો સ્વાસ વધી ગયા… એ બીજુ કોઇ નહી પણ વર્ષો પહેલાનો પહેલો પ્રેમ…

‘એ‘. જુના દિવસો તરત જ ફિલ્મોની જેમ સામે પસાર થવા લાગ્યા….

એની સાથેની પહેલી મુલાકાત …. વરસાદ નુ આગમન થાય તેવા એંધાણ હતા ,લોકો ભાગભાગ મંજીલે પહોચવાની ઉતાવળમા દોડી રહ્યા હતા.હુ પણ લોકોની જેમ જલ્દી ઘરે પહોચવા માટે ઉતાવળે ચાલતો હતો અને સામે ઉતાવળે ચાલતી તે મને ભટકાઇ. હાથ રહેલ ચોપડીઓ પડી [જેમ ચલચીત્રમા પડે છે]બસ બીજુ શું મે તરત ચોપડીઓ ઉપડવાનુ શરુ કર્યુ અને સાથે સાથે મારી ભુલ ન હોવા છતા માફી માગવા લાગ્યો. ત્યાં સુધી મારી નજર નીચે જ હતી હવે આંખોમા આંખો પોરવી અને જવાબની રાહ જોતો રહ્યો પણ ત્યારે જવાબ ન મળ્યો. પણ કોણ જાણે કેમ તેનો ચહેરો મનમા વસી ગયો કેમેય એ ચહેરો આંખો સામેથી ન હટ્યો. તે તો વગર કહ્યે પોતાના રસ્તે નીકળી પડી.

ઘરે પહોચ્યો પણ હજી મનમા તો તે જ રમતી હતી.ફરી ક્યારે મળશે,ક્યાં મળશે,કેવી રીતે મળશે, કોન હશે? આવા ઘણા પ્રશ્નો મનમા ઉદભવતા રહ્યા. આખી રાત તેના જ વીચારે બરોબર ઊંઘ પણ ન આવી .સવારના બધુ પરવારી કોલેજ જવા નીકળ્યો. રસ્તામા પાછૉ તેનો વીચાર આવ્યો અને કોલેજને પડતી મુકી નીકળી પડ્યૉ સ્કુલના રસ્તે. હજી રસ્તામા જ હતો ને ધ્યાનમા આવ્યુ સ્કુલ તો દિવસની છે સાડાદસ વાગ્યા પહેલા તો કોઇ દેખાવાનુ જ નહી હવે??? કઈ નહી બે કલાક જ પસાર કરવાના ને? ચલો જઈએ તો ખરા…સ્કુલમા કેન્ટીનમા બધા ઓળખીતા જ છે ત્યાં ટાઇમપાસ કરીશુ અને હુ સ્કુલ પહોચ્યો , મારા નસીબ આડે પાંદડુ આવ્યુ અને કેન્ટીન જ બંધ મળી. બહાર નીકળ્યો એક ચા ની દુકાને જ ચડી બેઠો. તમો માનસો નહી પણ એ બે કલાકમા નહી નહી કરતા મેં વીસ કપ ચા પી નાખી. સમય થવા આવ્યો એક પછી એક છોકરીઓ નીકળવા લાગી… આ નહી…આ નહી…કરતા અડધો કલાક થયો હજી તેને જોઈ નહી. શુ આ સ્કુલમા નહી તો ક્યા ભણતી હશે ? સ્કુલ ચાલુ થવાને બસ હવે દસ જ મીનીટ રહી ત્યાં જ પાછળથી એ જાણીતો ચહેરો જે એક જ દિવસમા મારો મે કરી નાખેલો નીકળી ગયો. હુ બસ જોતો જ રહ્યો અને અફસોસ કરવા લાગ્યો ત્યાં જ [ભગવાનને મારા પર દયા આવી હોય તેમ] તેણે પાછુ ફરી ને મારા સામે જોયુ જાણે હુ ધન્ય થયો હોવ તેવો ભાસ થયો, જાણે આ જગનુ સર્વશ્વ મળી ગયુ.ચલો તેણે જોયુ તો ખરૂ કદાચ જલ્દીમા હશે એટલે ઉભી ન રહી , સાંજે વાત એમ વીચારી ઘર ભેગો થયો

પણ ભાઇને ઘર હવે થોડુ ગમે?જેમ તેમ જમ્યો અને સાંજના સપના જોવા લાગ્યો. સમયની ઘડિયાળ જાણે બંધ થઈ ગયેલી હોય તેમ સમય જ નહતો જતો અને સાંજ જ નહતી પડતી, માંડ માંડ સાંજ પડી પાંચ વાગે રજા પડે તે જાણતો હતો અને તે પહેલા નીકળી ન જાય માટે ચાર વાગ્યાથી જ સ્કુલના નજીક જઈ ઉભો રહી ગયો. સ્કુલનો બેલ પડ્યો અને સૌનુ નીકળવાનુ ચાલુ થયુ, બધાના એક જ યુનીફોર્મમા હોવાથી બહુ જ ધ્યાનથી જોવુ પડતુ હતુ છેવટે ઇંન્તજારની ઘડીઓ પુરી થઈ હોય તેમ તેને બહાર નીકળતા જોઇ, મેં ચહેરો જરા રૂમાલથી સાફ કર્યો માથાના વાળ સરખા કર્યા સામે જવાની કોશીશ કરી અને જોયુ તો સાથે બીજી ત્રણ સહેલીઓ પણ સાથે હતી. ડર કે સંકોચ થયો, ચલો આગળ ક્યાંક તો એકલી પડશે વિચારી પાછળ ચાલવાનુ ચાલુ રાખ્યુ.છેક તેના ઘર સુધી પહોચી ગયો તે મકાનના દરવાજાની અંદર જતી રહી અને અચાનક મે જોયુ દરવાજાની બહાર આવી તેણે પાછળ ડોકીયુ કરી મારા પર નજર નાખી લીધી.બસ મારો ધક્કો સફળ!!

હવે તો આજ મારો રોજીંદો ક્રમ બની ગયો, અને આ ક્રમ ઘણા દિવસો સુધી ચાલ્યો પણ વાત ન થયી.

અચાનક એક દિવસ હુ કોલેજથી આવતો હતો, એક જણને કોઇ ગાડીએ ધક્કો માર્યો હશે અને તે રસ્તામાં જ પડેલો કોઇ તેને ઉપાડનાર ન હતુ. બહુ તો નહતુ વાગેલુ પણ હાથ પગમાથી લોહી નીકળ્યે જ જતુ હતુ.પોલીસ વગેરેની ચીન્તા કર્યા વગર જરા હિમ્મત કરીતેને એક ટેક્સીમા નાખી નર્સીંગહોમ લઈ ગયો, પોલીસ કેસ હોવાથી એક વખત માટે તો તેઓએ એડમીશનની ના પાડી પણ ત્યાં એક ડોક્ટર અમારા ઓળખીતા નીકળ્યા તેને ભલામણ કર્યા બાદ પેલાની સારવાર શરૂ થઇ. ભાઈની સારવાર કરાવ્યા બાદ તેનુ સરનામુ લઈ તેની સાથે તેને ઘરે મુકાવા સાથે થયો.પેલા ભાઇ વારંવાર ધન્યવાદ આપતા હતા. ટેક્સીમા તેને ઘર પહોચ્યા , મને અચંબાનો પાર ન રહ્યો એ જ મકાન જ્યાં હુ રોજ પેલીને મુકવા આવુ છુ!!!! ઘરમા મુકી હુ નીકળતો હતો ત્યાં તેના મમ્મી ચા લઈને આવ્યા કહ્યુ એમ ચા પીધા વગર ન જવાય જરા બેસ તો ખરો દોડાદોડી કરી થાકી ગયો હોઈશ.મને પણ ચા પીવાની તલપ લાગેલી જ …. ભાવતુ હતુ ને વૈદે કીધુ…. તરત બેસી ચા નો કપ હાથમા લઈ લીધો. સ્કુલનો સમય થઈ ચુકેલો ચા પીતાપીતા વીચાર્યુ આજ તેને નહી જોવાય…. ખેર !!! કોઇ એક નુ ભલુ તો કર્યુ. ભગવાનની મહેરબાની તો જુઓ …. ચા પી લીધા બાદ જવા નીકળ્યો ત્યા પેલા ભાઈએ રોક્યો ને બેસાડી પાછો ધન્યવાદનુ ચાલુ કર્યુ .થોડીવારમા તેના ઘરની બેલ વાગી …પેલાના મમ્મીએ દરવાજો ખોલ્યો અને આજ નો મારા માટેનો બીજો અચંબો…. જેને જોવી હતી તે જ દરવાજાથી અંદર આવી ને ભાઇ સામે જોયુ અને પુછવા લાગી આ શુ? કેમ કરી ને થયુ? કેટલીવાર કહ્યુ છે કે ઉતાવળા ન ચાલો પણ માને તો ને!!! પેલા ભાઇએ તરત મારી સામે જોયુ અને મારી ઓળખાણ કરાવી કહ્યુ આ ભાઈ ન હોત તો મને લાગે છે હુ હજી રસ્તામા જ પડ્યો હોત…ભલુ થાય આમનુ…પેલીએ મારૂ સામે જોયુ અને તેનો ચહેરો શરમથી ગુલાબી થઈ ગયો.”આપનો આભાર,આપે મારા ભાઈની સારવાર કરાવી” અવાજ જાણે મારા કાનમા પાયલની ઝંકારની જેમ ગુંજવા લાગ્યો આજ પહેલી વાર તેનો અવાજ સાંભળવા મળ્યો.મે પણ વેહવારીકતા વાપરી જવાબ આપ્યો અરે! ના આ તો મારી ફરજ કહેવાય!!! [મનમા કહ્યુ અરે, આને લઈને આવ્યો તો જ તો તારી સાથે વાતનો પહેલો મોકો મળ્યો]અને અમારી વાતોની શરુઆત થઈ.

આગળપરની મુલાકાતો , મિત્રતાથી આગળ વધી થયેલા પ્રણય પ્રસંગો, રોજબરોજના પ્રેમ આલાપો, બધુ ધીમે ધીમે યાદ આવતુ હતુ ત્યાંજ અવાજ આવ્યો “કેમ છો? કેમ ચાલે છે જીંદગી?” સામે તે ઉભી રહી હસતી પુછી રહી હતી. મે કહ્યુ , “આહ, આહ, તુ….અહી? ક્યારે આવી? આપણે તો જેમ ઉપરવાળો રાખે તેમ રહીએ છીએ. તુ બોલ,આજે પણ જેવી હતી તેવી જ લાગે છે, હા હા હા” બોલી થોડુ હસી લીધુ. “ચલને હવે બહુ મસ્કા મારતો થયો છે ને કંઇ?મારે તો કોફી પીવી હતી થયુ તુ તો ઓફીસમાં જ હશે ચલ તને મળી પણ લેવાશે અને કૉફી પણ પીવાશે ! પીવડાવીશ ને?” “તુ હજી એમને એમ જ છે જરાપણ નથી બદલાયી, વાહ” કહી તેને રસ્તાની સામે બાજુની હોટલ દેખાડી ચાલવા કહ્યુ.

અને અમે બન્ને હોટલમા ઘુસ્યા………

આ વાત યાદ આવતા આજે એક કવિ હ્રદય બોલી ઉઠે છે……..

પહેલી નજરથી થયેલા પ્રેમનો એ એહસાસ હતો,

મારા પ્રેમપથ પરનો પહેલો એ પ્રયાસ હતો,

નજરો મેળવી ચાર, એકટસે જોતા હતા,

મારો હ્રદયમા ઉતરી જવાનો એ પ્રયાસ હતો,

ઘાયલ કરેલો જે નજરોથી આપે મુજને,

કરેલા કામણને રૂપ આપવાનો એ પ્રયાસ હતો.

એક અધૂરો ઈન્ટરવ્યૂ (એકાંકી) – નીલમ દોશી

[સાંપ્રત સમયની અનેક સમસ્યાઓને વાચા આપતું આ સુંદર નાટક તાજેતરમાં ભાવનગર ગદ્યસભા દ્વારા આયોજિત એકાંકી નાટ્યલેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બન્યું છે. રીડગુજરાતીને આ નાટક મોકલવા માટે લેખિકા નીલમબેન દોશીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.]

સ્થળ : ગામનું પાદર (ચોતરો)
સમય : સાંજનો.
પાત્રો :

વડલાદાદા : (વડના વૃક્ષના વેશમાં પ્રૌઢ પુરૂષ) ઉજાસ : યુવાન પત્રકાર (પચ્ચીસની આસપાસની ઉમર ) આર્ય : (દસેક વરસનો છોકરો) ઇતિ: (દસેક વરસની છોકરી)
મોટો આર્ય : (વીસેક વરસનો યુવાન)
મોટી ઇતિ : (વીસેક વરસની યુવતી)
મૌલવીજી : (પચાસની આસપાસના)
જમના મા : (પ્રૌઢ ઉંમરની સ્ત્રી)
વિરાજ, અલતાફ : (સાત આઠ વરસના ભાઇ-બહેન)
આકાશ : (વીસેક વરસનો યુવાન….જમનામાનો પુત્ર)
મીક્ષા : (પચ્ચીસની આસપાસની યુવતી)
નિરાલી : (મીક્ષાની બહેનપણી..લગભગ તેની જ ઉંમરની)
ચૈતાલી : (સોળ વરસની આસપાસની યુવતી)
ઈરા, ઈશા, શિવાની : (સોળ, સત્તર વરસની છોકરીઓ)
રહીમ, ઇબ્રાહિમ : (વીસથી પચીસની આસપાસના યુવકો)
બે મજૂરો : (કોઇ પણ ઉમરના ચાલે)

(પડદો ખૂલે છે ત્યારે વડના વૃક્ષના ડ્રેસીંગમાં એક પ્રૌઢ ઉંમરનો પુરૂષ ટટ્ટાર ઉભો છે. તેની આસપાસ ગોળાકાર ઓટલો કે ચોતરો છે. સામે એક યુવાન પત્રકાર હાથમાં પેન અને ડાયરી લઈને બેઠો છે. તે નીચું માથું ઘાલી કશુંક લખવામાં મશગૂલ છે.)
ઉજાસ: (સ્વગત) આ તંત્રીઓને પણ ઠીક જાતજાતના તઘલખી તુક્કાઓ સુઝતા રહે છે. પરંતુ શું થાય ? નોકરીનો અર્થાત પાપી પેટનો સવાલ છે. સકર્મીની જીભ અને અકર્મીના ટાંટિયા – આવી કહેવત કંઈ અમસ્તી થોડી પડી હશે ? ચાલ ભાઈ, ઉજાસ…..થઇ જા શરૂ. હજુ તો નવી નવી નોકરી છે. માંડ મળી છે. આ મંદીના જમાનામાં એ ગુમાવવી પોસાય તેમ નથી. મને તો હતું કોઈ મોટા માણસનો કે કોઇ ફિલ્મી કલાકારનો ઈન્ટરવ્યૂ લેવાનું મળશે પણ એને બદલે અહીં તો…..ખેર ! જેવા નસીબ. બીજું શું થાય ? પ્રશ્નોત્તરીના કાગળિયા તો તૈયાર છે જ. છતાં લાવ, એકવાર ચેક કરી લઉં.’ (બે-ચાર ક્ષણ ચૂપચાપ વડલાના વૃક્ષને નીરખે છે. કાગળ કાઢીને મનમાં જ એકવાર વાંચી લે છે. પછી હાથમાં ડાયરી અને પેન રાખી ગંભીર મુખમુદ્રા કરી બોલે છે.)

ઉજાસ : ‘તમે ઈન્ટરવ્યૂ માટે સંમતિ આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.’
વડલાદાદા : ‘એવી બધી ફોર્માલીટી અહીં નહીં કરો તો પણ ચાલશે. સીધા મૂળ વાત ઉપર આવી જશો તો તમારું કામ ઓછા સમયમાં પૂરું થશે એમ મને લાગે છે.’
ઉજાસ : ‘તમારી સીધી અને સરળ વાત મને ગમી.’
વડલાદાદા : ‘આડુંઅવળું અમને ફાવે નહીં અને આવડે પણ નહીં.’
ઉજાસ : ‘તમારું નામ ?’
વડલાદાદા : ‘મને લાગે છે મારું નામ વિસામો છે.’
(ઉજાસ નીચું માથું ઘાલી જે જવાબ મળે તે કોઈ નિસ્બત સિવાય ચૂપચાપ ડાયરીમાં ટપકાવતો રહે છે.)
ઉજાસ : ‘લાગે છે મતલબ ? આપને આપના નામની જાણ નથી ?’
વડલાદાદા : ‘વાત એમ છે કે અમારામાં નામ પાડવાની ખાસ પ્રથા નથી. પરંતુ અહીં આવતા લોકો “હાશ ! વિસામો આવ્યો” એમ કહેતા હોય છે.’
ઉજાસ : ‘તમારી જ્ઞાતિ ?’
વડલાદાદા : ‘હજુ યે એકવીસમી સદીમાં પણ તમે લોકો આ પ્રશ્નમાંથી બહાર નથી નીકળી શકયા ? જો કે કયાંથી નીકળો ? તમારે તો એના નામે જ સત્તાની ખુરશી સુધી પહોંચવાનું ને ? ખેર ! જવા દો….કોઇની પંચાત કરવી એ અમારું કામ કે અમારું ગજુ નહીં.’
ઉજાસ : ‘આ મારા પ્રશ્નનો જવાબ નથી.’
વડલાદાદા : ‘ઠીક છે…..લખો..અમારી જ્ઞાતિ…….’
ઉજાસ : ‘આભાર…..તમારી ઉંમર ?’
વડલાદાદા : ‘પાક્કી ખબર તો નથી. પરંતુ સીનીયર સીટીઝનની ઉંમરે તો પહોંચી જ ગયો છું.’
ઉજાસ : ‘તમારા જન્મ અને ઉછેર વિશે બે ચાર વાત કરશો ?’
વડલાદાદા : ‘અમે તો ધરતીના છોરૂ…..વગડાઉ જીવ…..ગુલાબની જેમ અમને માવજતની જરૂર ન પડે. શ્રીમંતના છોકરાઓને ઉછેરવાના હોય, ગરીબના તો એમ જ મોટા થઇ જાય. એમ અમે પણ જાતે જ ઉછરી જઇએ. હા, નાનો હતો ત્યારે કયારેક કોઇ બે-ચાર લોટા પાણી જરૂર પીવડાવી જતું.’
ઉજાસ : ‘તમારો અભ્યાસ ? તમારું શિક્ષણ કયાંથી થયું ?’
વડલાદાદા : ‘કુદરતમાંથી. ધરતી અને આકાશ એ અમારી યુનિવર્સીટી અને શિક્ષણ તો હજુ ચાલુ જ છે. જીવનભર ચાલુ જ રહેશે. રોજ કંઇક નવું શીખતા રહીએ છીએ.’
ઉજાસ : ‘તમે કામ શું કરો છો ? તમારી આવક ?’
વડલાદાદા : ‘અમારું મુખ્ય કામ અમારી પાસે આવનાર દરેકને શાતા આપવાનું. પંખીઓ અમારી ડાળે ડાળે એમના ટચુકડા ફલેટ બનાવે અને કલરવ કરી રહે. અને આવક ? અમારી આવકમાં અસંખ્ય ટહુકા અને અનેકના હાશકારા. એ એક-એક હાશકારાની કિંમત કાઢો તો તમારા બિલ ગેટસ કરતાં પણ આવક વધી જાય. તમે લોકો બધી વસ્તુની કિંમતમાં જ સમજોને એટલે તમને સમજાય એ ભાષામાં કહ્યું.’
ઉજાસ : ‘ઓકે..ઓકે…તમે મેળવેલ કોઈ અગત્યની સિદ્ધિ ?’
વડલાદાદા : ‘ટાઢ, તાપ, વરસાદ, વંટોળ કે વાવાઝોડાનો ભાર પોતાની લીલીછમ્મ છાતીએ ઝીલી, કોઇને રક્ષણ આપવું તે સિદ્ધિ ગણાય કે નહીં તે ખબર નથી.’
ઉજાસ : ‘સમાજમાં તમારું સ્થાન ?’
વડલાદાદા : ‘લોકો અમને સ્નેહથી દાદા કહે છે. વાર-તહેવારે અમારી પૂજા કરે છે એ વાત સમાજમાં અમારું સ્થાન સૂચવવા પર્યાપ્ત નથી ?’

ઉજાસ : ‘તમને કયારેય ડર લાગે ખરો ?’
વડલાદાદા : ‘ડર ? અમે તો વરસો વરસ ખરનારા અને ફરી ફરીને ખીલનારા. અમને ડર શાનો ?’
ઉજાસ : ‘તમારે કોઈ એક જ સંદેશ આપવાનો હોય તો લોકોને કયો સંદેશ આપવાનું પસંદ કરો ?’
વડલાદાદા : ‘અહીં એકવાર કોઈ સંત જેવી ઋષિ સમાન વ્યક્તિએ “ગાંધીકથા” સંભળાવી હતી. મેં પણ હોંશે હોંશે ધ્યાનથી સાંભળી હતી.’
ઉજાસ : (સતત નીચું ઘાલી ડાયરીમાં જવાબ ટપકાવતો રહ્યો છે…..પોતાની ધૂનમાં જ મસ્ત છે. એ જ ધૂનમાં બોલી ઉઠે છે….) ‘હા, હા…એ અમારા નારાયણભાઈ દેસાઇ. બીજું કોણ ?’
વડલાદાદા : ‘હા.. હા…એ જ. મારે જો કોઈ સંદેશ આપવાનો હોય તો હું પણ એમણે ગાંધીકથામાં કહેલું એ એક જ વાકય કહું : “મારું જીવન એ જ મારો સન્દેશ..”
ઉજાસ : ‘તમારે કોઇ મિત્રો ખરા ?’
વડલાદાદા : ‘મિત્રો…..? ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વીણાય નહીં એટલા હતાં…. પણ કમનસીબે હવે એ બધા……’ (થોડા ઢીલા પડી જાય છે.)
ઉજાસ : ‘શું થયું બધાને ? કયાં ગયા ?’
વડલાદાદા : ‘જાય કયાં ? ભરઉનાળે ખીલતો ગુલમહોર, કડવો પણ ગુણકારી લીમડો, વાયરા સંગે ઝૂમતો લીલૂડો આસોપાલવ…..પીળો ધમ્મરક ગરમાળો….કેટકેટલા નામ ગણાવું ? બધા હોમાઇ ગયા માનવજાતના લોભના ખપ્પરમાં…અને છતાં લોભ અને સ્વાર્થનું એ ખપ્પર તો સદાનું અધુરૂં….વણભરાયેલું. લાવ…..લાવ….નો એનો પોકાર ન જાણે કયારે અટકશે ? બસ.. હવે હું એકલો અટૂલો…! મારા વારાની પ્રતિક્ષામાં….’ (અવાજમાં દુ:ખ, હતાશા.)

ઉજાસ : (એમ જ નીચું ઘાલીને ટપકાવતો રહે છે… બેધ્યાનપણે…) ‘ઓકે…..ઘણું સરસ….હવે આજનો અંતિમ પ્રશ્ન…અને તમે અને હું બંને છૂટા…’
વડલાદાદા : ‘બોલો, હજુ શું પૂછવું છે ?’
ઉજાસ : ‘મને લાગે છે અહીં તમને તો અનેકને મળવાનો, સાંભળવાનો મોકો મળતો હશે. તમારે એમના વિશે કશું કહેવાનું છે ? કોઇ યાદગાર પ્રસંગ, કોઇ યાદગાર વ્યક્તિ..કોઇ એવી ઘટના…જેના વિશે તમને કહેવું ગમે. જેણે તમારી ઉપર કોઈ અમિટ છાપ છોડી હોય. એવી કોઇ વાત કરશો ?’
વડલાદાદા : (જવાબ નથી આપતા. મૌન રહીને એક નિસાસો નાખે છે.)
ઉજાસ : ‘કેમ મૌન થઈ ગયા ? મારા પ્રશ્નનો જવાબ કેમ ન આપ્યો ? શું કોઇ એવી વાત યાદ નથી ?’
વડલાદાદા : (તંદ્રામાંથી જાગ્યા હોય તેમ) ‘પ્રશ્ન..? ઓહ…..શું પ્રશ્ન હતો તમારો ?’
ઉજાસ : ‘અહીં તમને તો અનેકને મળવાનો, સાંભળવાનો મોકો મળતો હશે..તમારે એના વિશે કશું કહેવાનું છે ?’ (પ્રશ્ન રીપીટ કરીને ડાયરી બંધ કરવાની તૈયારી કરે છે.)
વડલાદાદા : (થોડી નિરાશાથી) ‘શું કહું ભાઈ ? આ જિંદગીમાં એટલું બધું જોયું, જાણ્યું અને સાંભળ્યું છે કે એ બધું જો વિગતવાર કહેવા બેસું તો એક જનમારો ઓછો પડે.’
ઉજાસ : ‘છતાં બે ચાર વાત કહેશો તો તમારો આભાર. બે ચાર યાદગાર પ્રસંગો કે એવું કશું….’
વડલાદાદા : ‘અન્યાય કરનાર જ નહીં પરંતુ મૂંગે મોઢે અન્યાય સહન કરનાર કે અન્યાય થતો જોઇ રહેનાર પણ ગુનેગાર ગણાય. એ ન્યાયે હું પણ ગુનેગાર જ ગણાઉં. જટાયુની માફક અન્યાયનો પ્રતિકાર કરી શકવાનું સામર્થ્ય અમને નથી મળ્યું. પરંતુ આજે હૈયાની વાત કહી થોડું હળવું થવું ગમશે. તમારા દ્વારા મારી વાત સમાજ સુધી પહોંચે અને બની શકે કોઈના ભીતરને ઝકઝોરે. કોઈ એકાદને સ્પર્શીને એના અંતરના કમાડ ઉઘાડે. બસ, એ એક માત્ર ઝંખનાથી, આશાની ઉજળી લકીર લઈ હું થોડી વાત જરૂર કરીશ.’
ઉજાસ : ‘થેંકસ..શરૂ કરશો ?’
વડલાદાદા : ‘આજે નહીં…….એ માટે તમારે આવતી કાલે ફરી આવવું પડશે.’
ઉજાસ : ‘આવતી કાલે કેમ ? આજે કોઈ તકલીફ છે ? બીઝી છો ?’
વડલાદાદા : ‘ સવાલ વાંધાનો કે તકલીફનો નથી. પરંતુ હૈયાના ઉંડાણમાં એટલો અને એવો ખજાનો…એટલી બધી વાતો સંગ્રહાયેલી છે કે એમાંથી કઇ કહેવી ને કઇ ન કહેવી એ વિચારવા માટે કે યાદ કરવા માટે પણ મારે સમય જોઇશે.’
ઉજાસ : ‘ઓકે..તો કાલે મળીએ….કાલે સ્યોર ને ?’
વડલાદાદા : ‘હા…કાલે મારું હૈયુ જરૂર ઠાલવીશ. ફરી વાર એવો મોકો મળે-ન મળે..કોને ખબર છે ?’
(ઉજાસ ડાયરી અને પેન બંધ કરે છે. સાથે લાવેલ બ્રીફકેસમાં મૂકે છે. પછી એકાદ મિનિટ તેની સામે ધ્યાનથી જુએ છે.)
ઉજાસ : ‘એક વાત…આપને દાદા કહી બોલાવી શકું ?’
વડલાદાદા : ‘દાદા..? જરૂર એ તો મારું ગૌરવ, મારી પ્રતિષ્ઠા છે. આમ પણ બાળકો કે મોટેરાઓ સૌ મને પ્રેમથી દાદા કહીને જ બોલાવે છે.’
ઉજાસ : ‘થેંકયુ દાદા…’ (જતા જતા…પ્રેક્ષકો સામે જોઇને) ‘આમ તો અમારા તંત્રીનો આ એક તરંગી તુક્કો જ છે પણ લાગે છે મને મજા આવી….સમથીંગ ન્યુ…. કાલે કદાચ ઘણી રસપ્રદ વાતો જાણવા મળશે અને તો મારી નોકરી પાક્કી. પ્રોબેશન પૂરું અને કાયમી નોકરીનો સિક્કો લાગી જશે.’ (દાદા સામે જોઇને મોટેથી) ‘દાદા….આવજો…આવતી કાલે આ જ સમયે અહીં મળીશું હોં…તમે તમારી વાતો જરૂર યાદ કરી રાખજો…..’
વડલાદાદા : ‘હા..હા..જરૂર…આવજો…’ (ઉજાસ જાય છે.)

(વડલાદાદા થોડા અશાંત બને છે. અજંપ બને છે. હલબલીને બે ચાર પર્ણ ખેરવી નાખે છે. લાઇટ ડીમ થાય છે. રાતનો અંધકાર ફેલાય છે. આકાશમાં છૂટા છવાયા તારલાઓ દેખાય છે. લાઇટીંગ ઇફેકટની મદદથી તારાઓ, ચંદ્ર જે શકય બને તે દર્શાવી શકાય. દાદા ધીમે ધીમે એકલા એકલા બોલે છે. અવાજમાં વ્યથા ઉભરાય છે, સંવેદના છલકે છે.)
‘કેટલાયે તડકા છાંયા જોઇ નાખ્યા અને હજુ ન જાણે કેટલા જોવાના બાકી છે. ટાઢ, તાપ, વરસાદ, વાવાઝોડા, વંટોળ બધું સામી છાતીએ ટટ્ટાર ઊભા રહીને ઝીલ્યું છે. અનેકને આશરો આપ્યો છે. નાનકડી કીડીથી માંડીને દરેક પશુ, પંખી માણસો….બધાનો વિસામો બન્યો છું. અંતરના પટારામાં એ બધો સમય અકબંધ સચવાઇ રહ્યો છે. યાદોના અઢળક વાદળો ભીતર ઊમટી આવ્યા છે. આજે કોઇ મારો ઈન્ટરવ્યૂ લેવા આવ્યું છે. પહેલીવાર કોઈ મારા હૈયાની વાતું જાણવા આવ્યું છે. સાવ નવતર વાત…ચાલ જીવ, એ અનુભવ પણ લઈ લેવા દે. પણ શું કહીશ કાલે હું ? કોની કોની વાતો કરીશ ? અનંતકાળથી મારી ઉપર પકડદાવ રમી રહેલી, આનંદના અવતાર જેવી આ ખિસકોલીઓની ચંચળતાની વાત કરું ? એ કયારેય થાકતી કે ધરાતી નથી. શું છે એના હૈયામાં ? કોને પકડવાની આ મથામણ છે ? કાળને ? એ તો હમેશનો વણપકડાયેલ……કોઇથી કયારેય પકડાયો છે ખરો ? એ ખિસકોલીઓને જાણ હશે ખરી કે કાળને પકડવો એટલે ખાલી શીશીમાં ગરમાળા જેવા પીળા ધમરક કિરણોને ભરવાની રમત કે પછી મારી મખમલી ત્વચાને ફોલી ખાતી હારબંધ કીડીઓના સંપની વાત કરું ? માળો બનાવીને જંપી ગયેલ પંખીડાઓ તો મારા લાડકા સંતાનો એમની વાત કરું ? સાવ સૂક્કા ભઠ્ઠ થઇને પછી યે લીલાછમ્મ કોળવાના મારા અનુભવોની વાત કરું ? સરી ગયેલ કાળની અગણિત ક્ષણો અંતરમાં સંઘરાઈ રહી છે. અહીં મારી છાતી સામે અનેક કાવાદાવા ખેલાયા છે. રાજકારણની રમતુંના આટાપાટા રમાયા છે. સભાઓ ભરાઇ છે. મારા ચોતરા પર બેસીને મુખી કે સરપંચે લોકોના ન્યાય કે અન્યાય તોળ્યા છે. સાચા કે ખોટા અનેક સાધુ-સંતોએ અહીંથી પોતાની કથાઓ રેલાવી છે. રાતભર ભજનોની મહેફિલ જામી છે તો ચૂંટણીટાણે સભાઓ ગાજી છે. નિસ્વાર્થભાવે સેવાની ધૂણી ધખાવી બેસેલ સાચા માનવીઓને જોયા છે. હરખના આંસુ પણ અહીં વહ્યા છે અને દુ:ખની અગણિત વ્યથાઓ-કથાઓનો સાક્ષી પણ બન્યો છું. કઈ વાત કરવી અને કઇ ન કરવી ?’ (થોડીવાર મૌન પથરાય છે. જુદા જુદા ભાવ દર્શાવવા માટે જુદા જુદા રંગના પ્રકાશની આવનજાવન બતાવવી. લાઇટીંગ ઇફેકટનો ઉપયોગ કરવો. ફરી અંધકાર છવાય છે ને શબ્દો સંભળાય છે.) ‘કે પછી કાલે પેલા ઇતિ અને આર્યની વાત માંડું ? એમના શૈશવની મીઠી ક્ષણોનો હું સાક્ષી… આ ક્ષણે પણ મારી ભીતર એ લીલાછમ્મ ભણકારા મોજુદ છે. જુઓ, સંભળાય છે ? નાનકડી ઇતિનો અવાજ….’
(લાઇટ ચાલુ થાય છે. સ્ટેજ પર દસેક વરસની છોકરી અને એવડો જ છોકરો વાત કરતા દેખાય છે.)

ઇતિ : ‘આર્ય, આ ડાળીએ તારો હીંચકો અને અહીં હુ મારો હીંચકો બાંધીશ.’
આર્ય : ‘ના, ઇતિ, આપણા બંનેનો હીંચકો એક જ હશે.’
ઇતિ : ‘અરે, પણ એક હીંચકો હોય તો બંને સાથે કેમ હીંચકાય ? પોતાના વારાની રાહ જોવી પડે.’
આર્ય : ‘ભલે જોવી પડે..હું જોઇશ..પણ આપણો હીંચકો તો એક જ ડાળે..’
‘સહિયારો..હીંચકો..સહિયારું ઘર…સહિયારું જીવન….’
(ફરી સ્ટેજ પર અંધકાર…ઇતિ અને આર્ય જાય છે. દાદાનો અવાજ સંભળાય છે.) ‘અને ઇતિએ વરસો સુધી રાહ જોઇ રહી હતી. આર્ય અને ઇતિનો હીંચકો આભને આંબતો. વાદળો સાથે વાતો કરતો. બંને બાળકોના ખડખડાટ હાસ્યના પડઘા દિગંતમાં રેલાઇ રહેતા. અને મારા અંતરમાં પીઠીવર્ણો ઉજાસ ઉગતો. મોટા થયા પછી અહીં ઓટલા પર કલાકો બેસીને તેમની ગુફતુગૂ ચાલતી. હું મારી મર્યાદા સમજતો હોં. ચૂપચાપ ડાળીઓ ઝૂકાવી, આંખો બંધ કરી દેતો. પણ થોડા શબ્દો તો કાને અથડાતા જ…’ (ફરી સ્ટેજ પર પ્રકાશ પથરાય છે. મોટા થયેલ ઇતિ અને આર્ય સ્ટેજ પર દેખાય છે.)

ઇતિ : ‘આર્ય, તું ભણવા માટે આટલો દૂર કેમ જાય છે ?’
આર્ય : ‘શું કરું ઇતિ ? મજબૂર છું… મમ્મી,પપ્પાનું સપનુ છે. મને અમેરિકા મોકલવાનું…ત્યાં ભણાવવાનું.. હું તેમનો એક માત્ર પુત્ર….તેમનું સપનું કેમ તોડી શકું ?’
ઇતિ : ‘ અને તારું સપનું ?’
આર્ય : ‘મારું સપનું તો તું..મારી ઇતિ…’
ઇતિ : ‘સાચું કહે છે ?’
આર્ય : ‘સાવ સાચું…..વિશ્વાસ ન આવતો હોય તો તારી પેલી ચિબાવલી બહેનપણી મેઘાના સમ..બસ ? (હસે છે.)
ઇતિ : ‘ આર્ય, માર ખાઇશ હોં….’
આર્ય : (હસતા હસતા) ‘ગાલ ઉપર મારજે જેથી બીજો ગાલ ધરી શકાય.’
ઇતિ : (બૂમ પાડીને કૃત્રિમ ગુસ્સાથી ) ‘તને તો બધી વાતમાં મશ્કરી જ સૂઝે છે. આર્ય, તું કયારેય સીરીયસ નહીં થાય ?’
આર્ય : (ગંભીરતાથી) ‘ઓકે……હવે હું સીરીયસ છું..સાવ સીરીયસ…ખુશ ?’ (આર્ય ખિસ્સામાંથી એક ડબ્બી કાઢે છે. તેમાંથી વીંટી લે છે. ઇતિનો હાથ પોતાના હાથમાં લઇ તેની આંગળીમાં વીંટી પહેરાવે છે.) ‘ઇતિ, મારી પ્રતીક્ષા કરીશ ને ?’
ઇતિ : ‘એ કોઇ પ્રશ્ન છે ? આર્ય, મને ડર લાગે છે. ત્યાં જઇને મને ભૂલી તો નહીં જાય ને ?’ (આર્યને વળગી ઇતિ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. આર્ય પોતાના હોઠથી ઇતિના આંસુ ઝીલે છે.) (એકદમ ભાવુકતાથી…) ‘આર્ય, આપણે અહીં જ લગ્ન કરીશું. આ વડલા નીચે જ આપણો માંડવો નખાશે હોં.’
આર્ય : (એ જ ભાવુકતાથી) ‘ઇતિ, ભૂલી જાઉં ? અને તને ? “ન ભૂતો, ન ભવિષ્યતિ..”…ઇતિ, આપણે અહીં જ ફેરા ફરીશું. અગ્નિની સાક્ષીએ તો ખરા જ પણ આપણે તો આ વડલાદાદાની સાક્ષી પહેલાં જોઇએ…..અહીં જ તો આપણું શૈશવ વીત્યું. આપણો પ્રેમ પાંગર્યો…બરાબર ને ?’
ઇતિ : ‘હા…(થોડી શરમાઇને) અને પછી દર વરસે વડસાવિત્રીનું વ્રત કરવા હું અહીં આવીશ. ….’ (ફરી અંધકાર છવાય છે. આર્ય, ઇતિ જાય છે. દાદાના શબ્દો પડઘાય છે.) ‘રાતાચોળ…ગુલમહોરી શમણાં…અઢળક શમણાં બંનેની આંખોમાં અંજાયા હતાં. ખુશખુશાલ બનીને એ ધન્ય પળની પ્રતીક્ષા ઇતિની જેમ મેં પણ કરી હતી. પણ…..એ પળ કદી આવી જ નહીં…..આવી જ નહીં (વ્યથાથી) હા, બે વરસ પછી ઇતિ અહીં આવી હતી. પણ એકલી..સાવ એકલી…..’
ઇતિ : (સ્ટેજ પર પ્રકાશ પથરાય છે. ઇતિ ભીની આંખે દાદાની સામે જોતી ઊભી છે. પછી દાદાને નમન કરે છે.) ‘દાદા, તમે અમારા સ્નેહના એકમાત્ર સાક્ષી છો….મારી સાથે આવું કેમ થયું ? દાદા, કેમ થયું ? આર્યએ ત્યાં લગ્ન કરી લીધા..દાદા…સાંભળ્યું તમે ? દાદા, મારા આર્યએ લગ્ન કરી લીધા..(રડે છે પછી હાથમાંથી વીંટી કાઢી ત્યાં મૂકે છે.) દાદા, તમારી સાક્ષીએ આર્યએ આ વીંટી મને પહેરાવી હતી આજે એ અહીં જ મૂકીને જાઉં છું.
(ધ્રૂસકે ધ્રૂસકે રડે છે. વડલાદાદાને નમન કરી દોડી જાય છે. ફરી સ્ટેજ પર અંધકાર છવાય છે અને દાદાનો અવાજ પડઘાય છે.)
વડલાદાદા : ‘આ ઇતિ અને આર્યની વાત કરું ? કે પછી…. હમણાં થોડાં દિવસ પહેલાં જ મારી પાસે આવીને રડી ગયેલ જમના માની વાત કરું ?’

જમનામા : (સ્ટેજ પર પ્રકાશ…. પચાસની આસપાસની એક સ્ત્રી અને યુવકનો પ્રવેશ.) ‘બેટા, આમ મને એકલીને મૂકીને તું સાત સાગર પાર ચાલ્યો જાઇશ ? અહીં મારું કોણ ? બેટા, તારી પાછળ મેં મારી જિંદગી કાઢી છે. હવે મને જયારે તારા સહારાની જરૂર છે ત્યારે તું આમ મને તારી એકલવાયી માને મૂકીને આટલો દૂર ચાલ્યો જઇશ ? તને અહીં આટલી સારી નોકરી મળી ગઇ હોવા છતાં….? (કરૂણ અવાજે)
આકાશ : (મક્કમ અને રુક્ષ અવાજે) ‘મા, મારા ભવિષ્યનો સવાલ છે. મહેરબાની કરીને મને ઇમોશનલી બ્લેકમેઇલ કરવાનો પ્રયત્ન ન કરીશ.’
જમનામા : (દુ:ખી અવાજે) ‘બ્લેકમેઇલ ? આને બ્લેકમેઇલ કહેવાય ? એક માની ઝંખનાને બ્લેકમેઇલ કહેવાય એની મને ખબર નહોતી. પાંખો આવે ને બચ્ચાં ઉડી જાય એ સાચું પણ બેટા, જયાં એકલવાયી માની નજર પણ ન પહોંચે એવા આસમાનમાં જવું જરૂરી છે ? અને બેટા, પુત્રની જેમ દરેક માને યે એક ભવિષ્ય તો હોય છે હોં. એક એવું ભવિષ્ય જેની પ્રતિક્ષામાં શિશુના જાજેરા જતન કરીને જેણે પોતાના રાત દિવસ એક કર્યા છે તે માના ભવિષ્યને દીકરાઓ ભૂલી ન જતા. બેટા, તમારી પાસે તો આખું ભવિષ્ય છે પણ તમારી મા પાસે તો હવે રહ્યાં છે ભવિષ્યના ગણ્યાગાંઠયા વરસો જ… કોઇ માને દીકરાનો વિશ્વાસ કરતાં પહેલાં દસ વાર વિચાર કરવો પડે એવી સ્થિતિમાં કોઇને ન મૂકતા બેટા….ન મૂકતા…
(સ્ટેજ પર ફરી અંધકાર. જમનામા એક દિશામાં જાય છે. દીકરો બીજી દિશામાં જાય છે.)
વડલાદાદા : (વડલાદાદાનો અવાજ આવે છે.) ‘આજે પણ જીવનથી હારેલા, થાકેલા જમનામાની આંખોમાં શબરીની પ્રતીક્ષા જોઇ શકાય છે અને કશું ન કરી શકવાની મારી મજબૂરી પર વ્યથિત હ્રદયે ઉભો રહી હું ચૂપચાપ આંસુ સારતો રહું છું. કાલે આ વાત પેલા યુવાન છોકરાને કરું ? અને હવે મારી અંદર ઉમટે છે……દીકરીને જન્મ ન આપી શકનાર મીક્ષાના અનરાધાર આંસુઓ….એ દ્રશ્ય મને આ ક્ષણે પણ હચમચાવી રહ્યું છે.’ (સ્ટેજ પર લાઇટ થાય છે.)
(બે યુવતીઓ આવે છે. એક રડે છે. બીજી તેને સાંત્વના આપે છે.)

નિરાલી : ‘મીક્ષા, રડ નહીં. જે થવાનું હતું તે થઈ ચૂકયું. હવે અફસોસ કરીને યે શો ફાયદો ?’
મીક્ષા : (રડતા અવાજે) નિરાલી, ફાયદો કશો નથી. હું જાણું છું. મારો આર્તનાદ કોઇ સાંભળવાનું નથી પણ શું કરું ? મારી ન જન્મેલ દીકરીની ચીખ હજુ પણ મારા કાનમાં, મારા અસ્તિત્વના પ્રત્યેક અણુમાંથી મને પોકારી રહી છે, મને પૂછી રહી છે…..મારી પાસે જવાબ માગી રહી છે. જન્મ ન પામી શકેલ મારી દીકરીનો આંસુભીનો અદીઠ ચહેરો મને જંપવા નથી દેતો. ‘મા, શું વાંક હતો મારો ? મા, મને કાં અવતરવા ન દીધી ?’ નિરાલી, શું જવાબ આપું હું મારી ન જન્મેલ એ પુત્રીને ? હું એક મા…થઈને મારી પુત્રીને ન બચાવી શકી. નિરાલી, ન બચાવી શકી… આ એકવીસમી સદીમાં મારી પાસે મારા સંતાનને જન્મ આપવાનો હક્ક પણ નથી…
(એકાદ ક્ષણ રોકાઇને) છે જવાબ તમારા કોઇ પાસે ? બચાવી શકશો મારી અને બીજાની આવી અનેક ન જન્મી શકતી દીકરીઓને ?’ (મીક્ષા મોટેથી રડે છે. નિરાલી તેને વાંસે હાથ ફેરવે છે આશ્વાસન આપે છે. અને ધીમે ધીમે અંદર લઇ જાય છે. ફરી અંધાર છવાય છે. દાદાનો ઘેરો અવાજ સ્ટેજ પર ગૂંજી રહે છે.) ‘જવાબ મારી પાસે તો નહોતો મંગાયો…પરંતુ માંગ્યો હોત તો પણ હું શું જવાબ આપી શકત ? આખરે શું થવા બેઠું છે માનવજાતને ? આ કેવો લૂણો લાગ્યો છે માનવતાને ? કયાં સુધી મારે આ બધી વ્યથા અને કથાના મૂક સાક્ષી બની રહેવાનું ?’ (સ્ટેજ પર ફરી ઝાંખો પ્રકાશ થાય છે. ત્રણ છોકરીઓ સાથે આવે છે. કંઇક હસી મજાક ચાલે છે. ત્યાં ચોથી છોકરી….ચૈતાલીનો પ્રવેશ થાય છે. તે ઉદાસ, મૌન દેખાય છે. એને જોઇને બીજી બધી છોકરીઓ એકબીજીને ઇશારાથી કંઇક સૂચવે છે. પછી બધી છોકરીઓ ચૈતાલી પાસે જાય છે.)

ઇરા : ‘ચૈતાલી, તારી સાથે જે બન્યું તે બધું સાંભળીને અમને ખૂબ દુ:ખ થયું. (એકાદ ક્ષણ થોભીને ) હેં ચૈતાલી, એ લોકો કેટલા હતા ? બે કે ત્રણ ?’
ઇશા : ‘છાપામાં તો ત્રણ વ્યક્તિઓ હતી એવું લખેલ છે. બાપ રે..! ત્રણ-ત્રણ જણાં એક છોકરી પર આમ તૂટી પડે……કેવું ખરાબ કહેવાય નહીં ? તને કેવું ફીલ થતું હશે ? એ બધું થોડું કયારેય ભૂલી શકાવાનું છે ?’
શિવાની : ‘ચૈતાલી, તેં ચીસો તો પાડી જ હશે નહીં ? કેમ સહન થયું તારાથી એ બધું ? બાપ રે..! મારાથી તો એ કલ્પના પણ સહન નથી થતી.’
ઇરા : ‘બળાત્કાર શબ્દ જ એવો છે. મને તો થાય છે એ ત્રણેને ફાંસીની સજા થવી જોઇએ. હેં ચૈતાલી, તને અને તારા ઘરનાને પણ કેટલું દુ:ખ થયું હશે નહીં ? બાકી ચૈતાલી, તું હિંમતવાળી તો કહેવાય હોં. નહીતર આવી ફરિયાદ કોઇ જલદીથી પોલીસમાં કયાં કરે છે ? (ચૈતાલી અકળાઇને કાને મૂકી વ્યગ્રતાથી આમ તેમ ફરતી રહે છે.)
ઇશા : ‘કયાંથી કરે ? છોકરીની કેવી બદનામી થાય ? પછી એની સાથે લગ્ન કરવા કયો છોકરો તૈયાર થવાનો ? એ બળાત્કારીઓને તો જે સજા થાય તે પણ આ ચૈતાલીની બિચારીની જિંદગી તો વિના વાંકે બગડી જ ને ?’
ચૈતાલી : (અવાજમાં આંસુભીનો આક્રોશ છે….મોટેથી) ‘બસ, બહુ થયું. બંધ કરો તમારું આ સહાનુભૂતિનું નાટક. નથી જોઇતી મારે તમારી બનાવટી હમદર્દી. મારા દૂઝતા જખમને ખોતરવાનું બંધ કરો. પ્લીઝ, બંધ કરો. સહાનુભૂતિને નામે વારંવાર મારા ઘાવ કુરેદતા રહેવાની સમાજની રૂગ્ણ માનસિકતાથી હું થાકી ગઇ છું. શરીર પરનો બળાત્કાર તો હું સહન કરી ગઇ પણ ઉંદરની માફક ફૂંકી ફૂંકીને, ફોલી ખાનાર સમાજનો, તમારા સૌનો.. કહેવાતા મિત્રોનો રોજરોજનો આ માનસિક બળાત્કાર મારાથી નથી સહન થતો….નથી સહન થતો. હું જે ભૂલવા મથું છું એ ખરેખર હું ભૂલી જાઉં તેવું કોઇ ઇચ્છતું નથી. જાતજાતની દયાવૃતિ દાખવીને મારા જખમને દૂઝતા રાખવાની આ ગંદી હરકત હવે બંધ કરો. નથી જોઇતી મારે તમારા કોઇની દયા. મારા કહેવાતા સ્વજનો જ મારા….. (ચૈતાલી રડતી રડતી ભાગવા જાય છે. બધી છોકરીઓ તેની પાછળ ફર્યા કરે છે. જાત જાતના પ્રશ્નો સંભળાયા કરે છે. સાથે સાથે ચૈતાલીનો આર્તનાદ પડઘાતો રહે છે. ચૈતાલી અંદર દોડી જાય છે. પ્રકાશની રંગછાયાનો ઉપયોગ કરવો.)
ઇરા, શિવાની : ‘આવું થયું તો યે પાવર તો સમાતો નથી. આ તો શરમાવાને બદલે ગાજે છે.’
ઇશા : ‘ખરી છે ચૈતાલી. પણ…..બાપ રે! મારી સાથે આવું થયું હોય ને તો હું તો શરમની મારી એક શબ્દ બોલી ન શકું કે કોલેજે આવવાની હિંમત જ ન કરી શકું. કોઇને શું મોં બતાવી શકાય ? આ તો ચોર કોટવાળને દંડે છે. લાજવાને બદલે ગાજે છે. આપણે તો બિચારીની દયા ખાવા ગયા.’
ઇરા : ‘દયા ખાવાનો જમાનો જ નથી. મરશે….આપણે શું ? ચાલો, કેન્ટીનમાં જઇને કંઇક નાસ્તો કરીએ. મૂડ ખરાબ થઇ ગયો.
(બધા જાય છે. સ્ટેજ પર અંધકાર છવાય છે.)

વડલાદાદા : ‘ચૈતાલીનો પ્રશ્ન, તેની વ્યથા સમજવાવાળું કોઇ નથી ? પીડિતને વધુ કુરેદવાની સમાજની આ રૂગ્ણ મનોવૃતિથી કેમ બચવું ? સમાજ પોતાની નૈતિક જવાબદારી કયારે સમજશે ? કોઇ સમજતું કેમ નહીં હોય કે સહાનુભૂતિને નામે થતા આ બધા પ્રશ્નો એક છોકરીને વારંવાર એ પીડાદાયી પ્રક્રિયામાંથી પસાર કરતા રહે છે. બધાને પોતાની છૂપી જિજ્ઞાસા સંતોષવી છે કુત્સિત આનંદ મેળવવાની. આ પરપીડન મનોવૃતિથી બચવાનો કોઇ ઉપાય નથી ? ચૈતાલીની આ વાત તો કાલે પેલા પત્રકારને જરૂર કરીશ. સમાજ સુધી મારી વાત પહોંચાડવાનો આ મોકો મળ્યો છે તો એ કામ હું અવશ્ય કરીશ. કદાચ કોઇને અસર થાય તો ?
આ બધાનો કોઇ આરો કે ઓવારો નહીં હોય ? સમાજમાં આવું જ બધું છે ? ના….ના….સાવ એવું તો કેમ કહી શકાય ? જુઓ, સામેથી આ વિરાજ અને એનો ભાઇ દફતર ઝૂલાવતા આવે છે તે દેખાય છે ? (સ્ટેજ પર ઝગમગ પ્રકાશ પથરાય છે.)
(સાત-આઠ વરસની છોકરી અને તેની સાથે એવડો જ એક છોકરો દફતર ઝૂલાવતા, એકમેકનો હાથ પકડીને હસતાં હસતાં આવે છે. વાતાવરણ જાણે એકદમ પ્રસન્ન થઇ ઉઠે છે. (સ્ટેજ આખું પ્રકાશથી ઝળહળ.))

વિરાજ : ‘ભાઇલા, કાલે રક્ષાબંધન છે ને ? મમ્મીએ મને કહ્યું કે કાલે અલતાફ તને કંઇક આપશે અને તારે એને રાખડી બાંધવાની. હું આજે સાંજે તારા માટે રાખડી લેવા જવાની. ભાઇલા, તું મને કાલે શું આપીશ ?’
અલતાફ : ‘એ કંઇ અત્યારથી કહી ન દેવાય. એ તો સરપ્રાઇઝ ગીફટ છે. મમ્મી-પપ્પાએ મને સમજાવ્યું છે કે ભાઇએ હમેશા બહેનનું ધ્યાન રાખવાનું હોય. એની રક્ષા કરવાની હોય. હું હમેશા તારું-મારી બહેનનું ધ્યાન રાખીશ હોં.
વિરાજ : ‘મારો ભાઇલો તો મને બહુ વહાલો છે.’ (બંને એકબીજાનો હાથ પકડી ગીત ગાતા ગાતા જાય છે. વડલાદાદા ટટ્ટાર થાય છે. આંખોમાં એક ચમક ઉભરે છે.) વડલાદાદા : તમને ખબર છે આ વિરાજ કોણ છે ? (સ્ટેજ પર ઝાંખો પ્રકાશ પથરાય છે. ચાર-પાંચ જણા….હિંદુ-મુસ્લીમ……એકબીજાને મારો કાપોના અવાજ સંભળાય છે. બે હિંદુ ઢળી પડે છે.)
રહીમ : ‘હાશ ! હવે ટાઢક વળી. આજે મારા ભાઇ અફઝલના ખૂનનો બદલો લીધો. ધરતી પરથી બે કાફર ઓછા થયા. ઇબ્રાહીમ, આ બધા એ જ લાગના છે.’
ઈબ્રાહીમ : ‘હા, મારી અંદર પણ વેરનો જ્વાળામુખી ભભૂકે છે. અરે, અહીં એક બાળકી પણ હતી. તે કયાં ગઇ ? એ બચવી ન જોઇએ. કાલે બીજા હિંદુઓને તે જન્મ આપશે. એના કરતાં….(આમ તેમ શોધે છે. પાંચ-છ વરસની એક બાળકી ડરથી, ધ્રૂજતી એક ખૂણામાં સંતાણી છે. આ વાત સાંભળતા તે ખૂણામાં વધારે અંદર ભરાય છે. આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરે છે. ધ્રૂજતી રહે છે. રહીમ અને ઇબ્રાહિમ ઘવાયેલ સિંહની માફક તેને શોધતા રહે છે. બે ચાર આંટા સ્ટેજ પર મારે છે. અંધકારમાં કશું દેખાતું નથી.)
રહીમ : ‘ઇબ્રાહિમ, મને લાગે છે તે પાછળની તરફ ભાગી ગઇ છે. ચાલ, એ તરફ શોધીએ. કદાચ એ બાજુ કયાંક ભરાણી હશે.’
ઈબ્રાહીમ : ‘હા,ચાલ. એવડી અમથી છોકરી હજુ બહું દૂર નહીં ગઇ હોય.’ (આમતેમ જોતા જોતા બંને જાય છે. બાળકી એમ જ સંતાયેલી રહે છે. ધ્રૂસકા ભરતી રહે છે. ત્યાં કોઇ મૌલવીજી આવે છે.)
મૌલવીજી : ‘હે…..અલ્લાહ, આ તારા બંદાઓ આજે માર્ગ ભૂલ્યા છે. એને રસ્તો બતાવ. હે મૌલ, એને સાચો રસ્તો બતાવ.’ (બંદગી કરે છે. ત્યાં રડવાનો અવાજ કાને પડતા ચોંકે છે.) ‘યા….ખુદા….આ કોનો અવાજ સંભળાય છે ? કોણ રડે છે અહીં ? (આમતેમ શોધે છે. બાળકી પર ધ્યાન જાય છે.) ‘ત્યાં કોણ છે બેટા ? બહાર આવ, ડરવાની જરૂર નથી. (છોકરી રડતી રડતી ધીમેથી ઉભી થાય છે.) ‘બેટા, શું થયું ? બચ્ચી રડ નહીં. તું કોણ છે ?’
છોકરી : (મૌલવીજીને વળગીને રડે છે. તૂટક તૂટક શબ્દોમાં બોલે છે.) ‘મારા મમ્મી-પપ્પાને એ લોકોએ મારી નાખ્યા. દાદા, હું બચી ગઇ. હવે હું કયાં જાઉં ? મમ્મી…….મમ્મી..(મોટેથી રડી પડે છે.)
મૌલવી : ‘રડ નહીં બેટા….રડ નહીં…..હું છું ને ? આજથી તું મારી દીકરી. તારા ઘરમાં બીજું કોઇ હતું ?’
છોકરી : ‘ના. ખાલી મમ્મી-પપ્પા જ હતા. હવે મારું કોઇ નથી. દાદા, કોઇ નથી.’ (રડે છે.)
મૌલવી : ‘બેટા, તેં મને દાદા કહ્યો ને ? આજથી હું તારો દાદા અને તું મારી દીકરી. ચાલ બેટા, મારી સાથે. તને કંઈ નહીં થવા દઉં. મારા ભાઇઓ આજે ભાન ભૂલ્યા છે. વેરથી વેર શમ્યું છે કદી ? એમની ભૂલનું હું પ્રાયશ્વિત કરીશ. હિંદુ-મુસ્લીમના ભેદ ભૂલીને આ છોકરીને અપનાવીશ. હે અલ્લાહ….હે માલિક….તારા બંદાઓને સાચો રાહ બતાવ. સૌને સદબુદ્ધિ આપ. આ મારો-કાપોના નારા એકબીજા તરફ કયાં સુધી ? આખરે કયાં સુધી ? આ કેવી નફરત છે માનવીની માનવી તરફની ? હે ખુદા, માફ કર. માફ કર.’ (છોકરીનો હાથ પકડી ધીમે ધીમે અંદર જાય છે.)

( ફરી અંધકાર પથરાય છે. )

વડલાદાદા : ‘મૌલવીજીએ બાળકીને અપનાવી લીધી. તેને નવું જીવતર, નવું કુટુંબ આપ્યું. રોજ સવારે તેના ભાઇ સાથે દફતર ઝૂલાવતાં અહીંથી પસાર થાય ત્યારે ભાઇ-બહેનના કિલકિલાટ હાસ્યમાં હું તરબોળ બનું છું.
કોણ કહે છે હિંદુ-મુસ્લીમ દુશ્મન છે ? સૌને સંપીને રહેવું ગમે છે પણ મઝહબને નામે, જન્નતને નામે, અલ્લાહને નામે બાળકો અને યુવાનોને અવળે માર્ગે દોરી જતાં ધર્મગુરૂઓ, સ્વાર્થી રાજકારણીઓ અને ધર્માન્ધ, ઝનૂની, સ્વાર્થી એવા મુઠ્ઠીભર માનવીઓ કોઈને જંપવા દે ત્યારે ને ? મૌલવીજી જેવા અનેક સાચુકલા માનવીઓ આજે પણ દેખા દેતા રહે છે. કમનસીબે એનું પ્રમાણ ઓછું દેખાયું છે. છતાં એ અહેસાસ ભીતરની શ્રધ્ધાના દીપને ઓલવવા નથી દેતો. કયાંક કયાંક આવા કોડિયા જલતાં રહે છે. બની શકે કાલે એક કોડિયામાંથી અનેક દીપ પ્રગટી ઉઠે. મને લાગે છે. આવા મુઠ્ઠીભર માનવીઓને લીધે જ સર્જનહાર હજુ માનવજાતમાંથી સાવ શ્રધ્ધા ગુમાવી નથી બેઠો. કાલે આ વાત પણ પેલા છોકરાને જરૂર કરીશ. બસ, હવે તો મને પણ પ્રતિક્ષા છે આવતી કાલના સૂરજના ઉગવાની. એક નવા પ્રભાતની….(આશાભર્યા અવાજે) કાલે મારું હૈયું ઠાલવીશ. લોકો સુધી મારો સાદ પહોંચશે અને મને થોડો સંતોષ મળી શકશે.’

(ત્યાં બે મજૂરો આવે છે. હાથમાં મોટા કુહાડા છે.)
પહેલો મજૂર : ‘સાચું કહું…..? મને આ વડલાદાદાને કાપવાનું જરીયે મન નથી થતું. મારા થાકેલા શરીરે આ વડલાદાદાની છાંયામાં અનેકવાર વિસામો લીધો છે. આજે એને કેમ કાપવો ?’
બીજો મજૂર : ‘વાત તો તારી સાચી છે. પણ શું કરીએ ? ઓલા શેઠિયાની મોટી હોટલના પ્લાનમાં આ વડલો નડતરરૂપ છે. એથી એને મૂળસોતો ઉખેડી નાખવાનો છે.’
પહેલો મજૂર : ‘હા, શેઠિયાઓને જે નડે એને મૂળસોતા જ ઉખેડી નાખે. એને કંઇ દયા-માયા થોડી નડવાની હતી ? એને કાંઇ ઝાડવાનો છાંયો, એ વિસામાનો અરથ થોડો સમજાવાનો ?’ (નિસાસો નાખે છે)
બીજો મજૂર : ‘તારા નિસાસા નાખવાથી કંઈ નહીં વળે. આપણે તો ચિઠ્ઠીના ચાકર. ભગવાને આપણનેય પેટ તો આલ્યું જ છે ને ? હમણાં મુકાદમ આવી પૂગશે…..લે આ કૂહાડો અને હલાવ હાથ…. જોજે એકે મૂળિયું બચવું ન જોઇએ.’
(ધડાધડ કૂહાડાના અવાજ સંભળાય છે. સ્ટેજ પર અંધકાર છવાય છે અને વડલાદાદાના આખરી શબ્દો હવામાં પડઘાઇ રહે છે.)
વડલાદાદા : ‘કાશ ! એક દિવસ….જિંદગીનો માત્ર એક દિવસ મને વધારે મળ્યો હોત તો મારી વાત હું પેલા છોકરા સુધી પહોંચાડી શકયો હોત. કમનસીબે મારો ઈન્ટરવ્યૂ અધૂરો રહી ગયો. અધૂરી રહી ગઈ મારા હૈયાની વાતો. હવે સાંજે એ છોકરો આવે ત્યારે મારી વ્યથા-કથા તમે સૌ એને જરૂર પહોંચાડશો હોં….મારી આ આખરી વિનંતી……આખરી….અંતિમ ઈચ્છા છે…..પૂ…રી ક..ર..શો ને ? અલ…વિદા…..અ..લ..વિ…દા…..
(તૂટક તૂટક શબ્દો બોલાતા રહે છે. કૂહાડાના ઘા પડઘાતા રહે છે અને પડદો પડે છે.)

(નોંધ : પાંત્રીસથી ચાલીસ મિનિટના આ નાટકમાં સમયની જરૂરિયાતને અનુલક્ષીને પ્રસંગ કે પાત્રની સંખ્યા વધારી કે ઘટાડી શકાય. બે કે ત્રણ જ વ્યક્તિ પણ જુદા જુદા દરેક પાત્ર ભજવી શકે.)

બરફમાં જ્વાળામુખી – મહેશ દવે

[ લોખંડી પુરુષ સરદાર પટેલની જીવનકથાના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બરફમાં જ્વાળામુખી’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે આદરણીય શ્રી મહેશભાઈ દવેનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427606956. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 038[1] નેતાનાં લક્ષણ નિશાળમાંથી

લાક્ષણિક ભારતવાસી તરીકે મોટા થવું હોય તો ગામડામાં ઊછરવું જોઈએ. ભારત ગામડામાં પથરાયેલો દેશ છે. ભારત ગામડામાં વસે છે, શ્વસે છે. આજે પણ કરમસદ જાઓ તો ગામડાની ફોરમથી આંખ-નાક ભરાઈ જાય, હૈયું ઊભરાઈ જાય, તળપદો પ્રેમ સમજાઈ જાય. અને આજથી દોઢસો વર્ષ પહેલાં તો કરમસદ સાવ ગોકુળિયું. ન શહેરની મર્યાદા છે સંકોચ, ન શહેરનો વટ કે શેખીખોર વિવેક. ખુલ્લાં ઘર, ફળિયાં ને ખેતરની વિશાળ મોકળાશ. કોઈ બહુ અમીર નહીં, કોઈ સાવ કંગાળ નહીં; ન કોઈ મોટું, ન કોઈ છેટું. બધાં સરખે-સરખાં. છોકરાં સરખે-સરખાં થઈને રમે, ભમે, ઝઘડે; આંબા-આંબલી ચડે, પડે; એકબીજાને તળાવમાં ધકેલે, એકબીજાને કામમાં હાથ દે; છોકરવાદી પરાક્રમો કરે, એકબીજાની ઠેકડી ઉડાડે, ખડખડાટ ખુલ્લું હસે અને હસાવે. મૂંજીપણાને ગામવટો. છલક છલકાતું ઉલ્લાસ અને ઉત્સાહનું તંદુરસ્ત અને મનદુરસ્ત વાતાવરણ.

આવા ગ્રામ-પરિવેશમાં વલ્લભભાઈ ઘડાયા. સાત ચોપડી ગુજરાતી કરમસદની સરકારી શાળામાં ભણ્યા. પછી આગળ ભણવાનાં બારણાં કરમસદમાં બંધ. મોટાભાઈ (વિઠ્ઠલભાઈ) તો નડિયાદ મોસાળ રહીને આગળનું અંગ્રેજી ભણતા હતા. પણ મામા પર કેટલાનો ભાર નખાય ? સારે નસીબે અંગ્રેજી ત્રીજી સુધીની નિશાળ કરમસદમાં ખૂલી એક વરસ ત્યાં ભણ્યા અને પછી ઊપડ્યા પેટલાદ. પેટલાદ પાસે હતું. ત્યાં પાંચમી અંગ્રેજી સુધીનું ભણતર હતું. પેટલાદ એટલે ઘરની છત્રછાયા છોડી પરગામમાં વાસ. બહાર નીકળ્યા એટલે માથે જવાબદારી. એ વખતે ભણવામાં તો ઝાઝું દૈવત ન દેખાડ્યું. પણ તેર-ચૌદ વરસની ઉંમરે જ માંહી પડેલી સૂઝ, શક્તિ ને નેતાગીરીના ગુણ ઝળક્યા. છએક વિદ્યાર્થી ભેગા કર્યા. બધાએ સાથે મળી ઘર ભાડે રાખ્યું. દરેક વિદ્યાર્થી રવિવારે ઘરે જાય, ત્યારે અઠવાડિયા પૂરતું તેનું સીધું, દાણોદુણી લેતો આવે. વારાફરતી એક-એક જણ અઠવાડિયું રસોઈ બનાવે. ને એમ ચાલ્યું. ગળથૂથીમાં નેતાગીરી લઈ આવેલા વલ્લભે સમૂહ-જીવનના પાઠ શીખ્યા અને શિખવાડ્યા, સંગઠન-વ્યવસ્થાનાં લક્ષણ બતાવ્યાં.

નેતૃત્વનું બીજું લક્ષણ મહત્વાકાંક્ષા. વલ્લભભાઈ સ્વભાવે બોલકા નહોતા, પણ ભીતરમાં ભારોભાર મહત્વાકાંક્ષા ભરી પડી હતી. પેટલાદની પાંચ ચોપડી અંગ્રેજીથી શું ચાલે ? સાત ચોપડી જેટલું તો ભણવું જ જોઈએ ને ? મોટાભાઈ (વિઠ્ઠલભાઈ) નડિયાદમાં ભણતા હતા, તો પોતે શા માટે પાછા રહી જાય ? અને વળી અંગ્રેજી ભણીએ તો રોલો પડે, પાંચમાં પુછાઈએ, સાહેબશાઈ સરકારી નોકરી મળે. ટૂંકી ખેતી બધાને ક્યાંથી સમાવી શકવાની ? અંગ્રેજી ભણીને વકીલ બનીએ તો તો વળી પૂછવું જ શું ? કોરટ ધણધણાવીએ, ખણખણતા રૂપિયા રળીએ. ભણવા માટે નડિયાદ મોકલ્યા સિવાય બાપુ ઝવેરભાઈનો છૂટકો ન થયો. નાછૂટકે ભણવા નડિયાદ મોકલવા પડ્યા. મોસાળમાં મામાને ત્યાં રાખવા પડ્યા. ગાંધીજી હજી આફ્રિકાથી ભારત આવ્યા ન હતા. હડતાલ અને બહિષ્કારનાં શસ્ત્રો હજી અજાણ્યાં હતાં. તે શસ્ત્રોનું શાસ્ત્ર તો મોડેથી રચાયું. તે પહેલાં વલ્લભભાઈએ હડતાલ અને બહિષ્કારના સફળ પ્રયોગ કરી બતાવ્યા.

નડિયાદની નિશાળના પહેલા જ વર્ષની વાત. વલ્લભભાઈ છઠ્ઠા ધોરણમાં દાખલ થયેલા. શાળામાં એક માથાફરેલ તુંડમિજાજી માસ્તર. છોકરાઓને સોટીથી સબોડવામાં અભિમાન લે. એક દિવસ એક છોકરો મા-બાપ પાસેથી દંડના પૈસા લાવી ન શક્યો. પેલા માસ્તરે છોકરાને કલાસની બહાર કાઢી મૂક્યો. વલ્લભભાઈથી આ અન્યાય સહન ન થયો. વલ્લભભાઈએ એલાન આપ્યું ને આખો કલાસ બહાર નીકળી ગયો. એટલેથી ન અટકતાં તેમણે આખી સ્કૂલમાં હડતાલ પડાવી. નડિયાદની ધર્મશાળામાં પોતાનું થાણું નાખ્યું. ત્રણ દિવસ હડતાળ ચલાવી. અંતે હેડમાસ્તરે બોલાવી સમાધાન કરાવ્યું. હવે પછીથી અન્યાયી કે આકરી સજા નહીં થાય તેવી ખાતરી આપી. બીજો એક શિક્ષક કાગળ, પેન્સિલ, નોટબૂક વગેરેનો ધંધો કરતા હતા. વિદ્યાર્થીઓ તેમની પાસેથી જ આ બધી વસ્તુઓ લે તેવી ફરજ પાડતા હતા. એમની પાસેથી આ વસ્તુઓ લેવાના બહિષ્કારનું વલ્લભભાઈએ આયોજન કર્યું. શિક્ષક બિચારા એવા ગભરાઈ ગયા કે તેમણે તેમનો સાઈડ-ધંધો સમૂળગો બંધ કરી દીધો.

હવે નિશાળથી આગળ વધી વલ્લભભાઈએ પોતાની શક્તિઓ વિશાળ સમાજજીવનમાં પણ વાપરવા માંડી. તેમના એક શિક્ષક મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ઊભા હતા. તેમની સામે મોટી વગવાળા ધનાઢ્ય ઉમેદવાર ઊભા હતા. ઉમેદવારે બડાશ હાંકી, જાહેર કર્યું કે તેઓ જો હારી જશે તો પોતાની મૂછ મૂંડાવી નાખશે. વલ્લભભાઈએ શિક્ષક વતી પડકાર ઉપાડી લીધો. વલ્લભભાઈ તેમની ટોળકી સાથે ફરી વળ્યા, શિક્ષકને ઝળહળતો વિજય અપાવ્યો. એટલું જ નહીં, એ પછી હજામને સાથે લઈ પચાસ જણનું ટોળું પેલા હારી ગયેલા ધનાઢ્ય, અભિમાની હરીફને ત્યાં પહોંચ્યું, એની મૂછ મૂંડી.

વચ્ચે વલ્લભભાઈ નડિયાદથી વડોદરાની સરકારી શાળામાં ભણવા ગયેલા. ત્યાં પણ તેમણે પોતાના સ્વતંત્ર મિજાજનો પરચો આપ્યો. એક શિક્ષક બૉર્ડ પર દાખલો ગણવામાં ગૂંચવાતા હતા. વલ્લભભાઈએ ઊભા થઈ કહ્યું, ‘સર, દાખલો કેમ ગણવો તે તેમને આવડતું નથી.’ શિક્ષક ખિજાયા : ‘તને આવડતો હોય તો તું આવીને ગણી બતાવ.’ વલ્લભભાઈ તો તરત ઊપડ્યા બૉર્ડ પાસે. પટાપટ દાખલો ગણી બતાવ્યો. એ પછી અદાથી શિક્ષકની ખુરશી પર બિરાજ્યા. શિક્ષકે આચાર્યને ફરિયાદ કરી. આચાર્યે વલ્લભભાઈને માફી માગવા કહ્યું. વલ્લભભાઈએ સામેથી કહ્યું, ‘આવા શિક્ષકો હોય એવી શાળામાં હું જ ભણવા માગતો નથી.’ આમ કહી એક જ મહિનામાં એ પાછા નડિયાદ પોતાની મૂળ શાળામાં પહોંચી ગયા.

1897માં બાવીસ વર્ષની ઉંમરે વલ્લભભાઈ નડિયાદ હાઈસ્કૂલમાંથી બીજી ટ્રાયલે મેટ્રિક પાસ થયા. વલ્લભભાઈ બુદ્ધિશાળી અને તેજસ્વી હતા. પણ ભણવાને બદલે તેમની શક્તિઓનો તે વધારે વિશાળ ક્ષેત્રે અન્યાય સામે લડવા ઉપયોગ કરતા. ઔપચારિક શિક્ષણમાં સામાન્ય હોય પણ પાછળથી જીવનની વિદ્યાપીઠમાં જેમણે નામના મેળવી હોય તેવા અનેક દાખલાઓમાં વલ્લભભાઈને પણ મૂકી શકાય. વલ્લભભાઈના મામા મ્યુનિસિપાલિટીમાં ઓવરસિયર હતા. વલ્લભભાઈ મેટ્રિક થયા ત્યારે તેમણે વલ્લભભાઈને મ્યુનિસિપાલિટીમાં મુકાદમ તરીકે લઈ લેવા ઑફર મૂકી. વલ્લભભાઈ મુકાદમ તરીકે જોડાયા હોત તો તરત કમાણી કરતા થાત, પણ એ જીવનભર મુકાદમ જ રહેત કારણ કે તેમની પાસે ઈજનેરી લાયકાત નહોતી.

વલ્લભભાઈને માટે ઈશ્વરે કંઈક જુદી જ યોજના કરી હતી. તેમનાં સંગઠન-વ્યવસ્થા-શક્તિ, સૂઝ, મહત્વાકાંક્ષા, માનવસ્વભાવની સમજ ને પરખ, અન્યાયનો પ્રતિકાર જેવા નેતૃત્વગુણોએ તેમને ‘મુકાદમ’ તો બનાવ્યા, પણ તે ભારતના સ્વાતંત્ર્યવીરોના ‘મુકાદમ’. આ ‘મુકાદમે’ કૉંગ્રેસના સંગઠનને બરાબર જાળવી રાખી આઝાદી અપાવી, એટલું જ નહીં, આપણને સુગ્રથિત એકતા-અખંડિતતાની મંઝિલે પહોંચાડ્યા.
.

[2] પોલાદ જેવા કઠોર અને ફૂલ જેવા કોમળ

વલ્લભભાઈના ઘેર નહોતાં વાડી-વજીફા કે નહોતાં ગાડી-બંગલા, નહોતી કુટુંબની કે પિતાની નામના કે નહોતા ભવન આનંદનાં. નહોતું ઊંચું ઉન્નભ્રૂ કુળ કે નહોતી બાપ-દાદાની ધીકતી કમાણી. એમને ઘેર તો હતાં ટૂંકી ખેતી અને બહોળું કુટુંબ, રળિયામણા ઝાઝા હાથ અને સંતોષનો રોટલો. મધ્યમ વર્ગનો કણબીનો છોકરો એટલે ભણી લે તે પહેલાં પરણાવી દીધો હોય. મેટ્રિક થાય એટલે તેણે તો શોધવી પડે નોકરી, વ્યવસાય, ધંધો કે મજૂરી ! અને એમાં નાનમે શાની ?

1897માં મેટ્રિક થયા. આગળ ભણવાની તમન્નાય ઘણી અને ધગશે ખરી. બુદ્ધિ તો આપુકી, પણ પૈસા નહીં. એ વખતે મેટ્રિક પછી પ્લીડરની પરીક્ષા આપી વકીલાત કરાતી. વલ્લભભાઈ આગળ મોટાભાઈ વિઠ્ઠલભાઈનો દાખલો હતો જ. અને થઈ ગયા વલ્લભભાઈ પ્લીડર. મિજાજને ફાવે એવો સ્વતંત્ર, અનુકૂળ વ્યવસાય. સામાન્ય રીતે નવોસવો વકીલ કોઈ મોટા માથાવાળા વકીલનો જુનિયર થાય, એટલે કે મોટા વકીલનો મદદનીશ થાય. વકીલોની ભાષામાં એને ‘ડેવિલ’ કહે છે. પણ સ્વતંત્ર મિજાજવાળા વલ્લભભાઈમાં શેતાનીય નહોતી અને કોઈના ‘ડેવિલ’ થવાની ખેવનાય નહોતી. કોઈના ‘ડેવિલ’ થવું નથી, મોટાભાઈનાય નહીં ! એમણે ચાતર્યો ચીલો ને લીધો મારગ સીધો પોતીકો.

1900ના જુલાઈમાં પોતાનાં ઘરવાળાં ઝવેરબાઈને લઈને ઊપડ્યા ગોધરા, વકીલાત કરવા. ઘરમાંથી લીધાં જૂનાં વાસણ-કૂસણ, હાંડલા-હાંડલી, ઘરવખરી ને થોડાં કાયદાનાં થોથાં. લઈને ‘ચલા વલ્લભ વકીલ બનને’. ઉધાર-ઉછીના પૈસા લઈને નાનકડું ઘર ભાડે રાખ્યું. તેમાં જ ઑફિસ. પોતાના હાથે જ ઠોક્યું બારણાબહાર પાટિયું ને ઝુલાવ્યું સાઈન-બોર્ડ : ‘વલ્લભભાઈ જે. પટેલ, જિલ્લા પ્લીડર, ગોધરા.’ વલ્લભભાઈના સાથીઓ હતાં – પરિશ્રમ, ખંત, તેજસ્વી બુદ્ધિ અને હિંમતભરી વેધક રજૂઆત. કોઈના બાપની સાડીબાર નહીં. પહેલે જ વર્ષે રૂપિયા છસોની પ્રૅક્ટિસ, એટલે કે સરેરાશ માસિક રૂપિયા પચાસની આવક. એ જમાનામાં ઠીક-ઠીક સારી ગણાય. કવીશ્વર દલપતરામ એ સમયમાં કરતા હતા નોકરી, માસિક રૂપિયા પચાસની અને એ નોકરી સારી ગણાતી ! કઠોર જીવનનો એવી જ કઠોરતા અને દઢ સંકલ્પથી સામનો કરતા આ નાના વકીલનું નસીબ તેનાથી બે ડગલાં આગળ. 1902માં ગોધરામાં ફાટી નીકળ્યો પ્લેગ. કઠોર સીનામાં વસતી હતી કૂણી કરુણા. પ્લેગની ઝપટમાં આવી ગયેલા એક મિત્રની સખાતે ધાયા. શુશ્રુષા, સારવાર કરી. મિત્ર તો ન બચ્યા, પણ તેને અગ્નિદાહ દઈને ઘરે આવ્યા ત્યારે ખબર પડી વલ્લભભાઈને કે પોતાને પ્લેગ વળગ્યો છે ! કોઈનું સાંભળ્યું નહીં. ઘરવાળાંને ઘેર કરમસદ મોકલી દીધાં. પોતે રહ્યા એકલા. પ્લેગ મટ્યો નહીં ત્યાં સુધી એકલા જ રહ્યા નડિયાદમાં.

ગોધરા મૂક્યું ને આવ્યા બોરસદ. ઘણાં કારણ ભેગાં થયાં હતાં. બોરસદ વતનની નજીક હતું. મોટાભાઈ વિઠ્ઠલભાઈ ત્યાં વકીલાત કરતા હતા, મુશ્કેલીમાં હતા. વિઠ્ઠલભાઈએ એક સબ-જજ સામે ભ્રષ્ટાચાર અને લાંચરુશવતના આક્ષેપ કર્યા હતા, સરકાર પાસે તેની સામે તપાસ મુકાવી હતી. મૅજિસ્ટ્રેટ, મામલતદાર અને બીજા જજો વિઠ્ઠલભાઈ પર ખિજાયા હતા. તેમાંથી ભાઈને બચાવવાના હતા, તેમની વહારે થવાનું હતું, પણ સાવધાનીથી. પોતાને અને વિઠ્ઠલભાઈને બનતું નથી એવો દેખાવ કર્યો. જુદું ઘર લઈ રહ્યા. જજો અને અધિકારીઓ સાથે ઘરોબો બાંધ્યો ને અધિકારીઓનાં કામો કરી આપ્યાં. તેમ કરતાં-કરતાં બધાને મોટાભાઈ તરફ વાળ્યા. સંબંધો સારા કરી આપ્યા.

બોરસદ એટલે નામીચો તાલુકો. ત્યાંના માણસો આમ સીધા, ભરોસાપાત્ર અને નિષ્ઠાવાળા, પણ વટના કટકા. ગૌરવભંગ ન સાંખે, વીફરે, કાયદો હાથમાં લે. હત્યા સુધીની હિંસાથી દુશ્મનને દંડ દે. આખીય મુંબઈ પ્રેસિડેન્સીમાં બોરસદ તાલુકાનો ગુનાખોરીનો આંક તે વખતે સૌથી ઊંચો, એટલે સુધી કે બ્રિટિશ સરકારને ત્યાં ખાસ રેસિડેન્સિયલ ફર્સ્ટ કલાસ મૅજિસ્ટ્રેટ મૂકવા પડેલા. પોલીસ તરીફે અમદાવાદથી બોલાવેલા ખાસ સરકારી વકીલ રાખેલા. ફોજદારી કેસ ચલાવવા એટલે લડાયક મારફાડ વકીલનું કામ. આપણા વલ્લભભાઈ તે માટે તૈયાર. ફોજદારી વકીલ પાસે માનવસ્વભાવની સૂઝબૂઝ જોઈએ, ઊલટતપાસની આવડત જોઈએ, બેધડક સામનો કરવાની શક્તિ જોઈએ. આ બધા ગુણો ધરાવતા, વલ્લભભાઈ થોડા જ વખતમાં અગ્રણી ફોજદારી વકીલ તરીકે ઝળક્યા. ફોજદારી વકીલાત વલ્લભભાઈના સ્વભાવ અને આવડતને અનુકૂળ હતી. ફોજદારી કેસમાં બીજો ફાયદો એ કે કેસનો ફેંસલો જલદી આવે, ફીની રકમ ઝડપથી મળે. મોટી ફી મળે. વલ્લભભાઈને પૈસાની જલદી ને વહેલી જરૂર હતી – આગળ ભણવાની મહત્વાકાંક્ષા પૂરી કરવા, બૅરિસ્ટર બનવા.

ફોજદારી વકીલાતમાં વલ્લભભાઈના નામનો ડંકો વાગ્યો. પોલીસતંત્ર, સરકારી વકીલ અને સરકારનાં હાંજાં ગગડી ગયાં. બોરસદમાં નેવું ટકા કેસમાં સરકાર હારે, આરોપીઓ છૂટી જાય. એટલે સુધી કે છેક મુંબઈ એનો પડઘો પડ્યો. બોરસદથી કોર્ટનું મથક હટાવી, પંદર માઈલ દૂર આણંદમાં મથક લઈ ગયા. આશા એવી કે બોરસદથી એટલે દૂર વલ્લભભાઈ રોજેરોજ આવી નહીં શકે. કેટલાક વકીલોએ સહિયારો ટાંગો રાખ્યો. પણ વલ્લભભાઈ જેનું નામ. એમણે તો સ્વતંત્ર ટાંગો રાખ્યો. પોતાના ગુમાસ્તા સાથે એકલા ટાંગામાં આવે, થોથાં લાવે. કોર્ટ આણંદ ખસેડવાની સરકારની મકસદ પૂરી ન થઈ. કોર્ટ પાછી બોરસદ આવી ગઈ ! ફોજદારી વકીલાતમાં વલ્લભભાઈના નામના સિક્કા પડે. સામેવાળા વકીલની ધૂળ કાઢી નાખે. સાચી વાતમાં ન્યાયાધીશોની પણ શરમ ન રાખે, ધધડાવી નાખે.

કાયદા સાથે સંકળાયેલા વર્ગની અને જજોની શેખી ભારે હોય છે. વકીલે કાળો કોટ, સફેદ બૅન્ડ અને મોટો ઝૂલતો કાળો ગાઉન પહેરવો પડે. તેમાં કંઈ ચૂક થાય તો જજસાહેબ કહેશે : ‘હું તમને નિહાળતો નથી !’ કાળું-કાળું જ જોવા જોઈએ ને ? ને પાછો ન્યાય તો આંધળો ! હજી હમણાં સુધી મુંબઈની કોરટના એક ન્યાયાધીશ નીચે બેઠેલા શિરસ્તેદાર પાસે નાનું ટાઈપ કરેલું પૂંઠાનું પાટિયું રાખતા. તેમાં ટાઈપ કર્યું હોય :
1. ગાઉન બરાબર પહેરો;
2. કોટનો રંગ જૅક બ્લૅક નથી;
3. બૅન્ડ સરખો કરો;
4. કોટનાં બટન બીડો; વગેરે વગેરે
કોઈ નવો-સવો વકીલ દલીલ કરવા ઊભો થાય ત્યારે જજસાહેબ પેન્સિલથી ‘ટકટક’ કરી શિરસ્તેદારનું મોં પાસે લાવવા સૂચવે. પછી ધીમેધીમે છૂપું-છૂપું કહે : ‘નં. 4’ પછી કટાણુ મોઢું કરી ઊંચે છત પર જોતા બેસી જાય. શિરસ્તેદાર પેલા નવાણિયા વકીલના કોટની સાળ ખેંચે. બિચારો જુનિયર કંઈ સમજે નહીં. અંતે શિરસ્તેદાર તરફ ધ્યાન જાય, ગૂંચવાય. પાટિયા પર શિરસ્તેદાર નં. 4 પર આંગળી બતાવતો હોય. વકીલને બત્તી થાય. કોટનાં બટન બીડે. પછી જજસાહેબ તેને જુએ, સાંભળે !

આવો રૂઢિચુસ્ત હોય છે કોર્ટનો માહોલ. તેમાં ઉનાળાની ગરમીથી કંટાળેલા એક બ્રિટિશ જજ કાળા ગાઉનનો ઉપરણો ઓઢ્યા વગર કોર્ટમાં આવ્યા. વલ્લભભાઈને દલીલો ચાલુ કરવા કહ્યું. ગંભીર વદને વલ્લભભાઈએ ઠપકાર્યું : ‘કોર્ટનો ડ્રેસ બરાબર યોગ્ય નથી. તેને હું કોર્ટ ગણતો નથી.’ એમ કહી ચાલવા માંડ્યું. કોર્ટમાં સોપો પડી ગયો. વકીલો સ્તબ્ધ થઈ ગયા. વકીલોને પણ બ્રિટિશ જજ જેટલી જ ગરમી લાગતી હતી, પણ તે બધા ગાઉનમાં હતા. બ્રિટિશ જજ ઝંખવાણા પડી ગયા. પાછા ચૅમ્બરમાં ગયા, ગાઉન પહેરી આવ્યા, વલ્લભભાઈ સમક્ષ દિલગીરી વ્યક્ત કરી, પછી જ વલ્લભભાઈએ દલીલો શરૂ કરી. બીજા એક કેસમાં કલેક્ટર જરા પીધેલા હતા. ચેમ્બરમાં જ બેસી રહ્યા. એમણે શિરસ્તેદાર પાસે કેસ ચલાવી લેવા સૂચના મોકલી. વલ્લભભાઈ વટક્યા. ધડાક દઈને નીડરતાથી કહી નાખ્યું : ‘હું શિરસ્તેદાર પાસે કેસ ચલાવવા નથી આવ્યો. કલેકટર પાસે કેસ ચલાવવા આવ્યો છું.’ ન્યાયનો સિદ્ધાંત છે : ન્યાયિક કાર્ય બીજાને ડેલિગેટ કરી શકાય નહીં, સોંપી કે સુપરદ કરી શકાય નહીં. વહીવટી કામ સોંપી શકાય ખરું. બ્રિટિશ કલેકટર શરમિંદા થઈ ગયા. પોતે આવ્યા, માફી માગી, પોતાની સમક્ષ કેસ ચલાવ્યો.

વલ્લભભાઈની કારકિર્દીમાંથી આવા અનેક પ્રસંગો ટાંકી શકાય. તે કદી નબળાને નીચાજોણું કરાવતા નહીં અને મોટા કે ગોરા સાહેબોથી ગભરાતા નહીં. પોતે શિસ્ત પાળતા અને શિસ્તનો આગ્રહ રાખતા. 1909માં વલ્લભભાઈ એક મહત્વનો કેસ ચલાવતા હતા. તેમની દલીલો વચ્ચે તેમના હાથમાં એક તાર અપાયો. તેમણે તાર વાંચ્યો. તેમનાં પત્નીના મૃત્યુનો તાર હતો. તેમણે તાર વાંચી ગજવામાં મૂકી દીધો. કંઈ જ ન બન્યું હોય તેમ તેમણે કેસ ચલાવ્યો, પૂરો કર્યો. આવો વજ્જર જેવો નક્કર વક્કર તેઓ રાખતા. પણ તેમની ભીતર રહેલું હૃદય ભાવનાથી ભીનુંભીનું હતું.

નીચેની ‘મોફ્યુઝીલ’ કોર્ટમાં અમદાવાદથી આવતા બૅરિસ્ટરો બહુ શેખી કરતા, સ્થાનિક વકીલોને તુચ્છ ગણતા, ન્યાયમૂર્તિઓ સાથે બાખડતા, અંગ્રેજીમાં રુઆબ છાંટતા. તેમના બરોબરિયા થવાની વલ્લભભાઈની મહત્વાકાંક્ષા. પણ તે જમાનામાં ઈંગલેંડમાં જઈ બૅરિસ્ટર થવા માટે આઠ-દસ હજાર જેવી મોટી રકમ જોઈએ. તનતોડ મહેતન કરી, કરકસરથી જીવી, પૈસા બચાવી એકઠા કરવાની વલ્લભભાઈની નેમ હતી. તેમણે પૈસા એકઠા કર્યા, દસ્તાવેજો તૈયાર કરાવ્યા, ટિકિટ મેળવી. પણ નસીબનું કરવું એવું કે તે દસ્તાવેજ અને ટિકિટ વગેરે પોસ્ટમૅને વિઠ્ઠલભાઈ પટેલને પહોંચાડ્યાં. ટપાલ પર નામ હતું વિ. જે. પટેલ ! વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ બંનેને લાગુ પડે ! તે વખતે પાસપોર્ટ પર ફોટો ચોંટાડવાની પ્રથા ન હતી. વિઠ્ઠલભાઈએ આજીજી કરી : ‘હું મોટો છું. મને તારા કાગળિયા પર જવા દે. મારા પહેલાં તું બૅરિસ્ટર થાય તે ઠીક નહીં.’ જરા પણ હિચકિચાટ વગર નાનાભાઈએ ભોગ આપ્યો. મહામહેનતે ઊભી કરેલી રકમ મોટાભાઈ માટે વાપરી. ઊભી કરેલી તક ભાઈ માટે જતી કરી. આવું હતું પોલાદના માણસનું પ્રેમાળ, ભાવનાશીલ હૃદય; એટલું જ નહીં, વિઠ્ઠલભાઈનાં પત્નીને ક્યાં રાખવાં એ સમસ્યા હતી. તેમને પિયરમાં કોઈ નહોતું. વલ્લભભાઈએ ભાભીને પોતાની સાથે રાખવાની જવાબદારી ઉપાડી. તેમનાં પત્ની અને ભાભીને ફાવ્યું નહીં તો પત્નીને પિયર મોકલી આપ્યાં, પણ ભાભીને પોતાને ત્યાં નિભાવ્યાં.

બોરસદમાં પ્રૅક્ટિસ કરતા વલ્લભભાઈએ ફરીથી પૈસા એકઠા કરવા માંડ્યા. આપેલા વચન પ્રમાણે વિઠ્ઠલભાઈને વિલાયત પૈસા મોકલવાના. પોતાના વિલાયત જવા માટે પૈસા ભેગા કરવાનો પોતે મનમાં જે સંકલ્પ કર્યો હતો તે પાળ્યે જ છૂટકો. 1904માં તેમનાં પુત્રી મણિબહેનનો જન્મ અને 1905માં તેમના પુત્ર ડાહ્યાભાઈનો જન્મ. પણ એ બંનેને પાંચ વર્ષ અને ચાર વર્ષનાં મૂકી, ઝવેરબહેનનું આંતરડાના વ્યાધિ અને ઑપરેશનમાં અવસાન થયું. એ સમયે તો પટેલોમાં એક જીવતી હોય તેના પર બીજી પણ લાવતા. પણ નાનાં બાળકો ઉછેરવાનાં હતાં, છતાંય વલ્લભભાઈએ બીજું લગ્ન ન કર્યું તે ન જ કર્યું. તેઓ વિધુર થયા ત્યારે ફક્ત તેત્રીસ વર્ષની ઉંમરના હતા. મનમાં એકપત્નીની ભાવના. આખુંય આયખું એકલા પૂરું કર્યું. એવું હતું પોલાદના આ માનવીનું કૂણું, ભીનું હૈયું.

છૂટાછેડાનો શાનદાર પ્રસંગ – વલ્લભ મિસ્ત્રી

[‘હાસ્ય-ઉત્સવ’ પુસ્તકમાંથી સાભાર.]

હાસ્યરસના અમારા એક કાર્યક્રમમાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો :
‘છૂટાછેડાના પ્રસંગને શાનદાર બનાવવા માટે શું કરવું જોઈએ ?’ અચાનક જ ફેંકાયેલા બમ્પર પ્રશ્નને નીચા નમી પાસ-ઑન કરી દેવામાં અમારી ઈજ્જતનો સવાલ હતો, હુક કરીને બાઉન્ડ્રી બતાવવામાં જોખમ એ હતું કે હૉલમાં બાઉન્ડ્રી લાઈનમાં ખુરશીમાં બેસીને ફિલ્ડિંગ ભરી રહેલી મારી પત્ની ‘હુપ’ કરતાં કૂદીને અમને કેચ-આઉટ જ કરી નાખે !

‘ભાઈ, તમે પરણેલા છો ?’ બમ્પર પ્રશ્ન સામે મેં સ્પીન બેટિંગ કરી.
‘કાચો…કુંવારો છું.’
‘વાંધો નહીં, પરણ્યા પછી કાચા-પાક્કા થઈ જશો, પરંતુ એ સમજાતું નથી કે લગ્ન-પહેલાં જ છૂટાછેડાનો સુવિચાર કેમ આવ્યો ?’
‘શું કરું ? પાણી આવતાં પહેલાં પાળ તો બાંધવી પડે ને ?’
‘તો લગ્ન પછી ઘોડિયુંય બાંધવું પડે તેનો પણ વિચાર કર્યો જ હશે ને ! ખેર, જવા દો એ વાત. મૂળ વાત એ છે કે, અમારા લગ્નજીવનનાં ત્રીસ વર્ષમાં છૂટાછેડા તો શું, તેનું નાટક પણ ભજવ્યું નથી.’
‘તો શું થયું ? સાચા-ખોટાનું અનુમાન તો કરી શકો ને ? કદાચ એ તમને ભવિષ્યમાં મદદરૂપ થાય પણ ખરું !’

બસ, હવે અમે સ્ટેજની પીચ પર સેટ થઈ ગયા હોવાથી દે અનુમાન ધનાધન કરી દીધે રાખવાનું ચાલુ કરી દીધું. સૌપ્રથમ તો જે ગોર મહારાજે લગ્નનું શુભ મુહૂર્ત કાઢી આપ્યું હોય તેની જ પાસે છૂટાછેડાનું અશુભ મુહૂર્ત કઢાવવું ! વધુ દાન-દક્ષિણા આપી લગ્નપ્રસંગનાં જે તારીખ-સમય હતાં તે જ રખાવવાં (યાદ રાખીને જે સાલ ચાલતી હોય તે રાખવી). અને હા, કદાચ ગોર મહારાજ સ્વર્ગે સિધાવી ગયા હોય તો તેમના કાયદેસર વારસદાર ચાલશે. લગ્ન સમયે જે હૉલ, વાડી કે પાર્ટીપ્લોટમાં લગ્ન થયાં હોય તે જ રાખી લેવાથી પિત્તળમાં ગંધ ભળશે !

પ્રસંગના આ બે મુખ્ય પાયા ખોદી છૂટાછેડાની ઈમારતની ઝલક રૂપે કંકોત્રી પ્લાન છપાવવો, જે લગ્નના પ્લાન કરતાં પણ હટ કે હોવો જોઈએ ! લગ્નપ્રસંગે આવેલા ચાંલ્લા-યાદીની નોંધપોથી ઘરના ખૂણે-ખાંચરેથી શોધવી. ઊધઈ….ઈયળ ચઢી ગઈ હોય તો પેસ્ટ-કંટ્રોલરના પાંચ-દશ રૂપિયા ખર્ચી નાખવા ! જેમણે લગ્ન-પ્રસંગે ચાંલ્લો કર્યો હોય કે ભેટ-સોગાદ આપી હોય તેમને જ છૂટાછેડાનું અશ્રુભીનું આમંત્રણ પાઠવવું. ત્યારબાદ લગ્ન પછી હનીમુન કરવા જે ખાડા-ટેકરા મતલબ કે પર્વત પર કે દરિયાકિનારે ગયાં હોવ ત્યાં ફકત સજોડે જ પહોંચી ગયા પછી, અંદરો-અંદર ઉગ્ર બોલાચાલી, ઝઘડો કરી છૂટાછેડા માટેનું પ્લેટફોર્મ તૈયાર કરવું. હનીમુનના બદલે છૂટાછેડાનાં છાજિયાં ગાતાંગાતાં ઘર ભેગાં થયા પછી છૂટાછેડાની પૂર્વતૈયારીમાં લાગી જવું…

છૂટાછેડાના સમારંભમાં આવનાર દરેક મહેમાનનું, દરવાજે બાવળિયાનો કાંટો આપી સ્વાગત કરવું…અને હા, સાથેસાથે તેમની આંખોમાં ગ્લીસરીન નાંખવાનું ભૂલતા નહીં. શું છે કે, તેમની આંખોમાંથી ટપકતાં આંસુને લીધે પ્રસંગમાં થોડી વાસ્તવિકતા આવશે ! પ્રવેશદ્વારની અંદર પગ-પેસારો કરી ચૂકેલા મહેમાનોની આંખે ઊડીને વળગે તેવું નાનું છતાં મોટા અક્ષરોમાં સૂચના-બોર્ડ મૂકેલું હોવું જોઈએ જેથી તેઓ વાંચી શકે કે, ‘આગળ વધતાં પહેલાં સામેના ટેબલ પર મળીને જ જવું, લાભ થશે !’ એ સાથે દિલનો નહીં, ટેબલની દિશા દર્શાવતો એરો મારવો. સૂચના મુજબ મોટા લાભની આશાએ ટેબલ પાસે આવનાર વ્યક્તિનું નામ પૂછી, લગ્નપ્રસંગે તેણે કેટલો ચાંલ્લો કર્યો હતો તે નોંધપોથીમાં જોઈ-તપાસી, આવેલ ચાંલ્લાની રકમમાંથી ત્રીસ ટકા ઘસારો (depreciation) બાદ કરી, બાકીની રકમ ચેક કે ક્રેડિટ કાર્ડ દ્વારા નહીં પણ રોકડા ગણીને ગણતરીના ખુલાસા સાથે ખેલદિલીપૂર્વક ‘થેન્ક યુ’ કહી પાછી આપવી.
‘વાહ ક્યા પ્રસંગ હૈ !’ કહી ખુશ થઈ એ વ્યક્તિ આગળ વધે તે પહેલાં, ‘બમ્પ એ હેડ’ બની તેને રોકી લેવી. ‘રુકાવટ કે લિયે ખેદ હૈ’નો શબ્દ-વિવેક કર્યા પછી ટકોર કરવી કે, ‘અરે….ભાઈ, આમ હરખપદુડા થઈને ક્યાં ચાલ્યા ? હજુ તો હિસાબ કરવાનો બાકી છે !’
‘હવે શેનો હિસાબ ?!’ એ વ્યક્તિ પ્રશ્ન પૂછે તે પહેલાં ફરજ ખાતર ચોખવટ કરી દેવી કે, ‘લગ્નપ્રસંગે તમે જમ્યા હતા તેની એક થાળી દીઠ પડતર પચાસ રૂપિયા થઈ હતી. તેમાં પૂરા સો નહીં પણ પંચોતેર ટકા મોંઘવારી ઉમેરી જે રકમ થાય છે તે એકસો બાર રૂપિયા ને પચાસ પૈસા ને રાઉન્ડ ઑફ કર્યા પછી પૂરા એકસો અગિયાર રૂપિયા તમારે પાછા આપવા પડશે. રોકડા ના હોય તો ચેક, ક્રેડિટ કાર્ડ સ્વીકાર્ય છે. હિસાબ કોડીનો, બક્ષિસ લાખની….!’

માગણી મુજબની રકમ મને-ક-મને પાછી આપી એ વ્યક્તિ આવા શાનદાર પ્રસંગને અધવચ્ચે છોડી ભાગવાની કોશિશ કરે તે પહેલા તેના મોંમાં પાણી લાવી દેતાં હૈયાધારણ આપવી કે છૂટાછેડાનું જે ભોજન છે તે વિદેશી ફાસ્ટફૂડ કંપનીઓ તરફથી સ્પોન્સર થયું હોવાથી આજે તો શું ભવિષ્યમાં પણ તેનો ચાર્જ વસુલ કરવામાં નહીં આવે !

સત્કાર-સમારંભનું જે સ્ટેજ બનાવવામાં આવે તેમાં વચ્ચે ભારત-પાકિસ્તાન સરહદ વચ્ચે ખેંચવામાં આવેલી અંકુશરેખાની જેમ આડી નહીં, પણ ઊભી અંકુશ દીવાલ રાખવી – જેની એક બાજુ વરરાજા ને બીજી બાજુ કન્યાને ઊભાં રાખવાં. વરપક્ષના લોકો સ્ટેજ પર તે સાઈડે જઈ અફસોસ-શુભેચ્છા પાઠવે, ને કન્યાપક્ષના લોકો કન્યા તરફી ખરખરો કરે. આ દરમ્યાન જે લોકોએ લગ્નપ્રસંગે ભેટ આપી હોય તે જ ભેટ ભલે ને ગમે તેવી હાલતમાં હોય તે પરત કરવી.

છૂટાછેડાની માસ્ટર-બ્લાસ્ટર શાસ્ત્રોક્ત વિધિમાં શાહી ખુરશીમાં બેઠેલાં વરકન્યાને ઊભાં કરી દેવાં. ઓલવાયેલ (બુઝાયેલ) અગ્નિકુંડ ફરતે ઊંધા ફેરા લેવડાવી લગ્નબંધનની ગાંઠને છોડી નાંખવી. હસ્તમેળાપ વખતે ચોંટી ગયેલા વર-કન્યાના હાથને જાહેરમાં પ્રેમ-ગોષ્ઠી કરવાની સજા રૂપે છૂટા પાડી દેવા. કંસારના કોળિયાને કંકાસ સમજી એ કોળિયો પાછો ખેંચી લેવો. ગોર મહારાજનો ‘કન્યા પરત લઈ જાવ….સાવધાન !’નો પડકાર સાંભળી મામીએ કન્યાને ઘર ભેગી કરવી. જમાઈની પગપૂજા કરવાને બદલે ટાંટિયા ખેંચી, મોં બગાડી, સાસુ-સસરાએ ઊભાં થઈ જવું. પોંખવા આવેલી સાસુએ જમાઈનું નાખ ખેંચવાને બદલે ફેંટ પકડવી અને સાળીઓએ જીજાજીને ધક્કા મારતાં મારતાં મંડપ-બહાર હડસેલી દેવા. છેલ્લે આલ્બમમાં લગાવેલા લગ્નપ્રસંગના ફોટા ઉખાડીને ફેંકી દેવા અને તેના સ્થાને છૂટાછેડાના ફોટા ચિપકાવી દેવા.

અમારી અનુમાન-કથા પૂરી થતાં જ તાળીઓના ગડગડાટ વચ્ચે મારાં શ્રીમતી ક્યારે સ્ટેજ પર આવી પહોંચ્યાં તેની ખબર જ ન પડી ! હું કંઈ પૂછવા જાઉં તે પહેલાં તો અમારા હાથમાંથી માઈક ઝૂંટવી લઈ સહર્ષ જાહેર કરી દીધું કે, ‘જો છૂટાછેડાનો આવો સરસ શાનદાર પ્રસંગ ઊજવાતો હોય તો છૂટાછેડા માટે પહેલ કરવા હું તૈયાર છું !’ અનુમાન કરવામાં તો અમારા કરતાંય એક ડગલું આગળ વધી ગઈ હતી !

તો મિત્રો, તમે છૂટાછેડાનો શાનદાર પ્રસંગ ક્યારે ઉજવો છો ?

માળા એટલે શું ? તેમાં 108 મણકા કેમ રખાય છે ?

સંસારની આંટીઘૂંટી, જીવનનિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એક વાર પણ પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો નથી હોતો. આવી પરિસ્થિતિથી આપણા પૂર્વજો અજાણ ન હતા. ઋષિમુનિઓ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમાં એક વાર પ્રભુસ્મરણ કરવાની પ્રેરણા આપતા હતા. જે આગળ વધતા પાંચ વાર અને પછી અગિયાર વાર નામસ્મરણ કરવા કહેતા. પ્રભુસ્મરણ માટે પોતે આપેલ મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂરત ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ તેમ માનવામાં આવે છે.

બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્ર-માળાની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે માળા. આ માળા 108 મણકાની બનાવવામાં આવી તે પાછળનું રહસ્ય જાણવા જેવું છે. મનુષ્યની શારીરિક રચના મુજબ તે 1 મિનિટમાં 15 વાર શ્વાસ લે છે. આ ગણતરી પ્રમાણે મનુષ્ય 24 કલાકમાં 21,600 વાર શ્વાસ લે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે. રાત્રિના 12 કલાક જો બાદ કરી લઈએ તો દિવસના 12 કલાકમાં મનુષ્ય 10,800 વાર શ્વાસ લે છે. સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે. પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રજાપનું 100ગણું ફળ મળે છે. ઋષિમુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમ્યાન જો 108 વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનું 100ગણું ફળ મળે. તે ગણતરીએ (108 x 100 = 10800) માળામાં 108 મણકા પરોવવામાં આવ્યા હતા. 108 મણકાની એક માળા મંત્રજાપ કરી ફેરવવાથી શ્વાસેશ્વાસે ભજન કર્યું ગણાય. આમ દિવસમાં એક માળા ફેરવવી એ પ્રભુભજનનું પહેલું પગથિયું ગણાય છે.

108 મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય-ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકોએ 27 વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને ‘નક્ષત્ર’ સંજ્ઞા આપી છે. આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે. આથી 27 નક્ષત્રોના મળીને કુલ 108 ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા 108 રખાઈ છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે. બ્રહ્માંડની નક્ષત્રમાળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને ‘સુમેરુ પર્વત’ નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને ‘સુમેરુ’ કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે. જ્યારે માળા ગણતાં મેરુનો મણકો આવે છે ત્યારે 108 મંત્રજાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખે અડકાડે છે. મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે.

માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે. ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે. મનુષ્યના પોતાના મનની શાંતિ માટે, પરમાત્માના ઉપકારોનું ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્રજાપ કરે છે.

ઉપવાસ કેમ કરવામાં આવે છે ?

[ ભારત એટલે ઉજ્જવળ પરંપરાઓનો દેશ. ઈતિહાસ કહે છે કે ભારતની આ મહાન પરંપરાઓ જ માનવજાતનું સંસ્કાર-ઘડતર અને ચણતર કર્યું છે. જગતના કોઈ દેશમાં જોવા ન મળે તેવી આ પરંપરાઓને આપણે સૌ આટલાં વર્ષો પછી પણ જાળવી શક્યા છીએ તે ગૌરવની વાત છે. આપણી મહાન સંસ્કૃતિમાં સદીઓથી ચાલી આવતી અનેક પરંપરાઓ અને રીતરિવાજો છે. જેમ કે તિલક કેમ ? આરતીની શું જરૂર ? સૂર્યનમસ્કાર કેમ ? સૌભાગ્યવતી સ્ત્રીઓ સિંદૂર કેમ પૂરે ? નમસ્કારનો શું અર્થ ? વગેરે… આજના વૈજ્ઞાનિક યુગમાં યુવાન પેઢીને દરેક પરંપરા સામે ‘આવું કેમ ?’ અથવા ‘આમ શા માટે ?’ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. તેમના આ સવાલો તેમની અદમ્ય જિજ્ઞાસાઓ છતી કરે છે. તેઓની આ જિજ્ઞાસાઓને સંતોષવાનો આ પુસ્તકમાં નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવામાં આવ્યો છે. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક, આપણી પરંપરાઓને સમજવા માટેનું સહજ સોપાન છે. (પ્રસ્તાવનામાંથી…) ‘ભારતીય સંસ્કૃતિમાં આવું કેમ ?’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવમાં આવી છે.]

[1] ઉપવાસ કેમ કરવામાં આવે છે ?

આ પ્રશ્નનો ઉત્તર મેળવતાં પહેલાં ‘ઉપવાસ’ શબ્દનો અર્થ જાણી લઈએ. ‘ઉપ’ એટલે સમીપે – નજીક અને ‘વાસ’ એટલે રહેવું. ઉપવાસ એટલે નજીક રહેવું. તો બીજો સવાલ એ ઊઠે છે કે કોની નજીક રહેવું ? તો તેનો જવાબ છે કે એ પરમતત્વની નજીક રહેવું જેણે આ સકળ સંસારને સ્વયંસંચાલિત રીતે હર્યોભર્યો રાખ્યો છે. બહુ સાદા શબ્દોમાં કહીએ તો ઉપવાસ એટલે પરમાત્માની સમીપ રહેવા માટે ફાળવેલો સમય.

અનાજ મેળવવું, તેને સાફ કરવું, રાંધવું, ખાવું અને પચાવવું – આ સમગ્ર ક્રિયામાં પુષ્કળ સમય અને શક્તિ ખર્ચાય છે. આવા સમયે ક્યારેક બિલકુલ ખાધા વિના માનવી એટલો સમય અને શક્તિ બચાવી તેનો ઉપયોગ પરમાત્માની સમીપ રહેવા માટે ફાળવવાનો સંકલ્પ કરે તો તેને શારીરિક અને માનસિક બંને રીતે લાભ થાય છે. આપણા પૂર્વજો અને ઋષિમુનિઓએ મહિનામાં બે, ચાર કે અમુક દિવસો એવા નક્કી કર્યા હતા કે જે દિવસે વ્યક્તિ કશું ખાધા વગર રહે એટલે કે ઉપવાસ કરે તો તેને શારીરિક અને માનસિક શાંતિ અને શાતા મળે. આ સિદ્ધ થયેલી હકીકત છે. કેટલાંક લોકો આવો ઉપવાસ કરી શકતા નથી હોતા તો તેઓ માટે આપણા પૂર્વજોએ એકટાણાંનો વિકલ્પ સૂચવ્યો છે, જેમાં દિવસ દરમિયાન વ્યક્તિ એક જ વાર ભોજન લે છે. આ ઉપરાંત ઉણોદરી વ્રતનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યક્તિ ભૂખ કરતાં ઓછું જમે છે – તો વળી ભર્યા ભાણાનું પણ વ્રત હોય છે જેમાં વ્યક્તિ થાળીમાં પીરસાઈ જાય પછી બીજી વખત કોઈ પણ ચીજ લેતા નથી હોતા.
ઉપવાસ કે એકટાણા માટેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આપણા પાચનતંત્રને અમુક અમુક દિવસોના અંતરે આરામ જોઈતો હોય છે. આવો આરામ મળતા પાચનતંત્ર સારી રીતે કામ કરવા ફરીથી સજ્જ થઈ જાય છે. આપણને સૌને અનુભવ છે કે દરેક યંત્ર કે તંત્રને થોડા થોડા દિવસે આરામની જરૂર હોય છે. મહિનો થાય એટલે કોઈ પણ યંત્રને સાફસૂફ કરવું પડે છે. તેના પૂર્જાઓમાં ઑઈલ પૂરવું પડે છે. તો કચેરીઓમાં ચાલતા તંત્રને અઠવાડિયે એક રજા આપવામાં આવે છે જેથી તેમાં કામ કરનારાઓ ફરી તાજામાજા થઈ કામ કરવા પુન:સજ્જ થઈ જાય છે. તો શરીરના તંત્રનો શું વાંક ? શું તેને થોડા થોડા સમયના અંતરે આરામ ન આપવો જોઈએ ? જરૂર આપવો જોઈએ.

અગાઉના સમયમાં આપણા પૂર્વજોએ જોયું હતું કે જો કોઈ પણ વાત સમાજના ગળે ઉતારવી હોય તો તેને ધર્મનો લેપ લગાડવાથી તેનો જલદી સ્વીકાર થાય છે. આથી ધાર્મિક વિધિમાં ઉપવાસથી ‘પુણ્ય’ મળે છે તે વાત સાંકળી લેવામાં આવી હતી. પુણ્યની વાત જવા દઈએ તો પણ ઉપવાસના દિવસે પરમેશ્વરની વધુ નજીક રહેવાનો સમય આપણને જરૂર મળે છે. બીજું ઉપવાસથી જાત ઉપર અનુશાસન આવે છે અને ત્રીજું અને સૌથી મહત્વનું કારણ પાચનતંત્રને આરામ મળે છે. બધા લોકો ઉપવાસ કરી શકતા હોતા નથી તેથી ઉપવાસ કરનારને કેટલું કષ્ટ પડતું હશે તેવો તેમને વિચાર આવે છે અને ઉપવાસ કરનાર પ્રત્યે તેમને અહોભાવ જાગે છે. ક્યારેક અન્યાયનો સામનો કરવા માટે પણ ઉપવાસનું શસ્ત્ર ઉગામવામાં આવે છે. મહાત્મા ગાંધીએ અંગ્રેજોના શાસન વિરુદ્ધ ઉપવાસો કર્યા જ હતા.

Lighting the Lamp by Shri Ajitbhai Desai,Jivan sathi Parichay Mela, Andheri Modh Seva Samaj

Lighting the Lamp by Shri Ajitbhai Desai,Jivan sathi Parichay Mela, Andheri Modh Seva Samaj

Lighting the Lamp by Shri Ajitbhai Desai,Jivan sathi Parichay Mela, Andheri Modh Seva Samaj

Felicitation of Shri Ajitbhai Desai by Shri Anilbhai Lavingiya

Felicitation of Shri Ajitbhai Desai by Shri Anilbhai Lavingiya

Felicitation of Shri Ajitbhai Desai by Shri Anilbhai Lavingiya

Previous Older Entries